GSTV

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે લોકોનાં મોત , આંકડા જાણીને ચોંકી ઉઠશો

ભારતમાં દર વર્ષે લગભગ 15.73 લાખ લોકો ખરાબ ભોજનને કારણે મૃત્યુ પામે છે. ખરાબ ભોજનથી (ફૂડ પોઈઝનિંગ)ને લીધે મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. હાલમાં લોકોના જીવનધોરણ અને કામકાજના સમયને લીધે બહારના ખોરાકનું વધુ પડતું સેવન આના માટે કારણભૂત હોવાનું પ્રારંભિક તબક્કે વર્તાઈ રહ્યું છે.

લેન્સેટના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 15.73 લાખ લોકો ઝેરી ખોરાકથી મૃત્યુ પામે છે. ખરાબ ભોજનને લીધે મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. 31.28 મિલિયન લોકોની સાથે ચીન આ મામલે નંબર વન પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અનુસાર, 2008 અને 2017 વચ્ચે ફૂડ પોઈઝનિંગ એક નવા પ્રકોપ તરીકે ફૂલ્યો-ફાલ્યો છે. તે હજી ફેલાય રહ્યો છે. 2008 થી 2017 વચ્ચે, ખોરાકના ઝેરના 2867 કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાંથી અતિસારના 4,361 કિસ્સાઓ અલગ છે.

IDSPએ આ વર્ષે 6 થી 12 મે વચ્ચે ફૂડ પોઈઝનિંગના 14 કેસો નોંધ્યા છે. ગયા વર્ષે વિશ્વ બેન્કના એક અહેવાલ અનુસાર, ફૂડ પોઈઝનિંગને લીધે ભારતને વાર્ષિક રૂ. 1,78,100 કરોડનો બોજ પડ્યો છે. તે દેશના કુલ ઘરેલું ઉત્પાદન (GDP)ના લગભગ 0.5 ટકા છે. 2008 થી 2017 સુધીમાં ફૂડ પોઈઝનિંગના કેસો સતત વધી રહ્યા છે. આ બધાને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017ની રચના કરવામાં આવી હતી .

જેથી સમગ્ર દેશમાં ખોરાકની ગુણવત્તાની કાળજી લઈ શકાય. 2008 થી 2017 સુધી ફૂડ પોઈઝનિંગના 2,867 કેસો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ફૂડ પોઈઝનિંગના કેસો એવી જગ્યાના સામે આવ્યા હતા, જ્યાં મોટા પ્રમાણમાં ખોરાક બનાવવામાં આવતો હોય.

જેમ કે પ્રસાદ, લગ્ન સમારંભ, છાત્રાલય, કેન્ટિન્સ વગેરે. ફૂડ પોઈઝનિંગ વગેરે. લોકસભામાં 4 જાન્યુઆરી, 2019 ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યના પ્રધાન અશ્વની ચૌબેએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ભેળસેળયુક્ત ખોરાકના 20% કરતા વધુ નમૂનાઓ મળ્યા હતા. 2015થી 2016 વચ્ચે આખા દેશથી ખોરાકની ગુણવત્તાની તપાસ માટે 72,499 સેમ્પલ લેવામાં આવ્યા, એમાંથી 16,133 સેમ્પલ (22%) ભેળસેળયુક્ત હતા.

2016થી 2017 વચ્ચે 78,340 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 18,325 (23%) ભેળસેળયુક્ત હતા. 2017થી 2018 વચ્ચે 99,353 સેમ્પલમાંથી 24,262 સેમ્પલ ભેળસેળવાળા મળ્યા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, વિશ્વભરમાં ફૂડ પોઈઝનિંગથી 200 પ્રકારના રોગો થાય છે. જેમાં અતિસાર (ડાયરિયા)થી લઈને કેન્સર જેવા રોગોનો સમાવેશ થાય છે. દર વર્ષે ફૂડ પોઈઝનિંગથી આશરે 60 મિલિયન લોકો બીમાર પડે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના 1,25,000 બાળકો ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ પામે છે. દર વર્ષે હજારો લોકો ફૂડ પોઈઝનિંગને કારણે મરતા હોય છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.

READ ALSO

Related posts

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

હાલનું બોલિંગ કોમ્બિનેશન એવું છે કે જેનું સ્વપ્ન દરેક કેપ્ટન જુએ છે: કોહલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!