GSTV

મમ્મી થઈ જાવ ચિંતામુક્ત! તમારા બાળકના લંચ બોક્સ માટે બનાવો ‘ગાર્લિક પોટેટો’

જ્યારે વાત બાળકોની થતી હોય, ત્યારે દરેક મમ્મીના ચહેરા પર પરેશાની દેખાવી આવશ્યક છે. આવી જ એક પરેશાની દરરોજ મહિલાઓને સવારે ઉઠતાની સાથે જ થતી હોય છે કે, બાળકો માટે લંચ બોક્સમાં આખરે શું બનાવે જે તેઓ પૂર્ણ રીતે ખાઈ શકે. જો બાળકોનું લંચ બોક્સ સ્વાદિષ્ટ ન હોય તો, હંમેશા સ્કૂલમાંથી લંચ બોક્સ પરત આવતુ હોય છે. તેથી દરેક મમ્મીને પરેશાનીનેદૂર કરવા માટે આજે આપણે બનાવીશુ ગાર્લિક પોટેટો જે બાળકોને ટિફિનમાં આપશો તો, ક્યારેય પણ લંચ બોક્સ રીટર્ન નહી આવે.

સામગ્રી

  • બટેટા- 4થી 5
  • લસણ- 2 5 થી 6 કળી
  • નમક- સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર- 1 ચમચી પાવડર
  • કોથમીર- 2 ચમચી ઝીણી સમારેલી
  • ઓલિવ ઓયલ અથવા રિફાઈન્ડ ઓઈલ
  • સિલ્વર ફોયલ- બટેટાને પાથરવા માટે
  • ગાર્લિક બટર- 2 ચમચી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ માઈક્રોવેવમાં થોડી વાર માટે બટેટાને ગરમ થવા માટે રાખી દો. બાદમાં તેની છાલ ઉતારી તેને ચીપ્સ જેવા કાપી લો.
  • હવે બટેટમાં મરી પાવડર, નમક, લસણની પેસ્ટ, કોથમીર,અને ઓલિવ ઓયલ નાખીને થોડા સમયમાટે બાઉલમાં રાખી દો.
  • હવે સારી રીતે બધી જ સામગ્રીને મીક્સ કરી લો અને માઈક્રોવેવમાં પકાવવા માટે રાખી દો.
  • હવે એક સિલ્વર ફોયલ લો અને તેના પર લસણ રાકી 1 ચમચી ઓલિવ ઓયલ રાખીને તેને પેક કરી દો.
  • ત્યારબાદ બેકિંગ ટ્રે પર બટેટા ફેલાવી દો અને તેના એક ખૂણામાં લસણ પેક કરી નાખો.
  • અડધો કલાક સુધી માઈક્રોવેવમાં બટેટાને પાકવા દો અને બાદમાં તેને કાઢી તેના પર બટર નાખી દો.
  • તો તૈયાર છે ગાર્લિક પોટોટો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!