GSTV

આ છે વિશ્વનો અનોખો પોસ્ટમેન, છેલ્લા 16 વર્ષોથી લોકોને તેમના પત્રોને પહોંચાડવાને બદલે કરતો એવું કે..

પોસ્ટમેનનું કામ હોય છે લોકોનાં પત્રો કે ચિઠ્ઠીઓને તેમનાં સુધી પહોંચાડવાનું, પરંતુ જાપાનમાં એક એવો વિચિત્ર પોસ્ટમેનનો કિસ્સો સામે આવ્યો છે કે તેનાં કારનામાં એ સમગ્ર વિશ્વને હેરાન કરી દીધા છે.

વળી લાંબા સમય સુધી આ પોસ્ટમેન સાહેબે લોકોનાં પત્રો તેમના સુધી પહોંચાડવાને બદલે પોતાનાં ઘરમાંજ ડિલિવરી કરતો હતો. રસપ્રદ વાત એ છે કે પોસ્ટ ઓફિસનાં અધિકારીઓને આ વાતની ખબર આ લોકોને આ વ્યકિતનાં રિટાયરમેન્ટ પછી મળી હતી. હવે અધિકારીઓએ દાવો કર્યો છે કે આ તમામ પત્રોને જલ્દી તેમનાં સાચા સરનામે પોસ્ટ કરવામાં આવશે.

આ વિચિત્ર ઘટના જાપાનનાં કાનાગાવાની છે. જ્યાં મુખ્ય પોસ્ટમેનનાં પદ પર કાર્યરત વ્યક્તિએ 16 વર્ષો સુધી 24 હજાર પત્રોને વહેંચ્યા નહોતા, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે લોકોને તેમનાં પત્રો મળ્યા નહોતા. ત્યારે વિભાગીય તપાસમાં આ 61 વર્ષીય પોસ્ટમેનની પોલ ખુલી હતી. અને તેમનાં ઘરેથી અધધ 24 હજારથી પત્રો મળી આવ્યા હતા.

જાપાની પોલીસે જણાવ્યું કે તે પોસ્ટ ઓફિસથી ચિઠ્ઠીઓ લઈને નિકળતો હતો પરંતુ યોગ્ય જગ્યાએ ડિલીવરી કરતો નહોતો. શખ્સનાં જણાવ્યાં મુજબ તેના પર પત્રોની વહેંચણીને લઈને દબાવ રહેતો હતો, પરંતુ તે કામમાં પોતાનાં જૂનિયર્સથી ઓછું કરવા ન હોતો ઈચ્છતો. તેવાં તે ઓફિસથી વધારે પત્રો લઈને આવતો ઘરમાં રાખી લેતો હતો. આ મામલે આ શખ્સે પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. પોલીસ તપાસ સતત ચાલી રહી છે. ત્યાંના કાયદાકીય અધિકારીઓનું માનવું છે જો ગુન્હો સાબિત થશે તો ત્રણ લાખથી વધુનો દંડ અને 3 વર્ષની જેલ થઈ શકે છે.

READ ALS0

Related posts

ભારતે બ્રાહ્મોસના પરીક્ષણોની સિરિઝ શરૂ કરી, અવાજથી 3 ગણી ઝડપે આ મિસાઈલે લક્ષ્યાંકો ઉડાવ્યાં

Ankita Trada

અમદાવાદના શાકમાર્કેટમાં બાઉન્સર તૈનાત કરાશે, ટેમ્પરેચર માપીને માર્કેટમાં અપાશે પ્રવેશે

pratik shah

કોરોના કૌટુંબિક સંબંધોમાં કડવાશ વધારશે, અમદાવાદમાં 376 લગ્નો પોલીસની મંજૂરીથી થશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!