GSTV
Home » News » ત્રણ દિવસના વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી લેવાના છે આ મોટો નિર્ણય

ત્રણ દિવસના વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી લેવાના છે આ મોટો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 144 સહિત મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે મોદી સરકાર આ તમામ પ્રતિબંધને હટાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓએ શ્રીનગરમાં નજરબંધ પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનો સંપર્ક સાધ્યો છે.

આ નેતાની મુક્તિ પણ ટુંક સમયમાં થઈ શકે છે. આ ઉપરાંત સર્વદળીય બેઠક પણ બોલાવવામાં આવી છે. પીએમ મોદી વિદેશ પ્રવાસથી પરત આવશે તે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પાંચમી ઓગસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 144 સાથે મોબાઈલ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ પ્રતિબંધને હટાવવાની મોદી સરકારે તૈયારી શરૂ કરી છે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!