આ છે અમદાવાદનું રજૂ કરાયેલું 8 હજાર 51 કરોડનું બજેટ, પ્રજા પર વધારાનો કોઇ બોજ નહીં

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન દ્વારા કુલ 8 હજાર 51 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા 7 હજાર 509 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 542 કરોડનો સુધારો કરાયો છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પ્રજાજનો પર વધારાનો કોઇ બોજ નાંખવામાં આવ્યો નથી.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2019-20 માટે અમદાવાદનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ દ્વારા કુલ 8 હજાર 51 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. કમિશનર વિજય નહેરા દ્વારા 7 હજાર 509 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જેમાં 542 કરોડનો સુધારો કરીને કુલ 8 હજાર 51 કરોડનું બજેટ રજૂ કરાયું છે. બજેટમાં રેવન્યું ખર્ચ 321.46 કરોડ જ્યારે કે કેપીટલ ખર્ચ 220.54 કરોડ અંદાજવામાં આવ્યો છે.

કમિશનરે રજૂ કરેલા 7509 કરોડના બજેટમાં 542 કરોડનો સુધારો કરીને 8051 કરોડનુ બેજટ રજૂ કરવામાં આવ્યું છે. જેમા રેવન્યુ ખર્ચ 321.46 કરોડ જ્યારે કેપિટલ ખર્ચ 220.54 કરોડ મૂકવામાં આવ્યો છે. બજેટના મુખ્યપેજ પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસવીર સાથે ભાજપની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી છે. ચૂટણી આવી રહી છે ત્યારે વેરા વધારવામાં આવ્યા નથી. ઉલટાની ઇલેક્ટોનીક વાહનોને વાહનવેરામા 100 ટકા મુક્તી આપવામા આવી છે. સતાધારી પાર્ટીનું માનીએ તો ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. બજેટમાં કરેલી મુખ્ય જોગવાઇ પર નજર કરીએ તો.

  null
 • કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમા દર્દીના સગાસબંધીને 10 રૂપિયામાં ભોજન
 • ઇલેક્ટ્રીક વાહનોને વાહનવેરામા 100 ટકા મુક્તી
 • ચેરીટેબલ ટ્રસ્ટના ફીઝીયોથેરેપી સેન્ટરને 70 ટકા રીબેટ
 • મ્યુનિસિપલ બીલ્ડીંગમા ચાલતા ટ્રસ્ટના દવાખાનાને 70 ટકા રીબેટ
 • સ્લમ ફ્રી સીટી માટે એક્શન પ્લાન
 • વાડજ, નરોડા પાટિયા, મણિનગર, નરોડા ગેલેક્સી-વિનોબાભાવે નગર, શાહીબાગ ખાતે ફ્લાય ઓવર
 • 6 મોડલ રોડ
 • લાલદરવાજા અને માણેક ચોક રીડેવલપમેન્ટ
 • ઇન્ટામોડલ ટ્રાન્સપોર્ટ હબ
 • શારદાબહેન હોસ્પિટલ નવીનીકરણ
 • એલ જી હોસ્પિટલમાં IVFની સુવિધા
 • એનીમલ રેસ્કયુ સેન્ટર.એનિમલ હોસ્ટેલ, એનિમલ હોસ્પિટલ
 • મ્યુનિસિપલ કર્મચારીઓ માટે કર્મયોગી આવાસ યોજના
 • લાંભા બળિયાદેવ મંદિર વિસ્તાર ડેવલપમેન્ટ
 • અમદાવાદ ફેમીલી એન્ટરટેઇનમેન્ટ સેન્ટર
 • કાલુપુર સહિતના શાકમાર્કેટ નો વિકાસ તેમજ મ્યુનિસિપલ માર્કેટ રી-ડેવલપમેન્ટ
 • પૂર્વ વિસ્તારમા રેફરલ હોસ્પિટલ

ભારતીય જનતા પાર્ટીએ બજેટ રજૂ કરી વચનો તો આપી દીધા. પણ આ વચનોમાંથી કેટલા પૂર્ણ થાય છે તે જોવું રહ્યું. બાકી તો અત્યાર સુધી શહેરીજનોને બજેટની લોલીપોપ આપવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter