શિયાળામાં ઘણા લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનો આગ્રહ રાખ છે અને તેના માટે લોકો ગીઝર વધુ નિર્ભર રહે છે, પરતું ગીઝરમાં પણ થોડા સમય પછી ઠંડુ પાણી આવવા લાગે છે. આ સિઝનમાં 25 લીટર વાળું ગીઝર ખુબ જ મોંઘુ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગરમ પાણી માટે રાહ જોવી પડે છે. આજે અમે તમને એક એવી ડોલ વિશે જણાવવા જઈ રહ્યાં છે, જેમાં ઠંડુ પાણી નાખ્યા બાદ તરત જ પાણી ઉકળવા લાગશે.

વર્તમાન સિઝનમાં લોકો મોટી સંખ્યામાં આ ડોલની ખરીદી કરી રહ્યાં છે. જે લોકો ગીઝર ખરીદવા માંગતા નથી, તેઓ આ ડોલ ખરીદવામાં રસ દાખવી રહ્યાં છે. આ ડોલ ન માત્ર ગરમ પાણી આપે છે પરતું અને મજબૂત પણ છે. તો ચાલો જાણીએ ઈન્સટન્ટ બકેટ વોટર હીટર વિશે
ઈન્સ્ટન્ટ બકેટ વોટર હીટર
ઈન્સટન્ટ બકેટ વોટર હીટરની સાઈઝ 20 લીટરની છે. એટલે કે એકવાર વ્યક્તિ ગરમ પાણીમાં આરામથી સ્નાન કરી શકે છે. તે શોકપ્રૂફ ટેક્નોલોજી સાથે આવે છે. તેનો ઉપયોગ વાસણ ધોવા માટે પણ થઈ શકે છે, કારણ કે તેમાં એક નળ પણ છે, જેમાંથી ગરમ પાણી સરળતાથી કાઢી શકાય છે.
ઉપયોગ કેવી રીતે કરવું
ડોલના તળિયે એક ઈમર્સન રોડ (લાકડી) હશે. પાણી ભર્યા બાદ ડોલમાં ફીટ કરેલ વાયરને સોકેટમાં ફીટ કરવાનો હોય છે. ડોલમાં ઠંડુ પાણી 3 થી 5 મિનિટમાં ગરમ થઈ જશે. પાણી ગરમ થયા પછી તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

ઈન્સ્ટન્ટ બકેટ વોટર હીટરની કિંમત
સ્થાનિક બજારમાંથી ઈન્સ્ટન્ટ બકેટ વોટર હીટરની ખરીદી શકાય છે. જો તમે ઓનલાઈન ખરીદવા માંગતા હોવ તો વોટર હીટર બકેટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. જોકે તેની કિંમત 2499 રૂપિયા છે, પરંતુ તે ફ્લિપકાર્ટ પર 36 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1599 રૂપિયામાં મળી રહી છે.
Also Read
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત