GSTV

વાઇરલ વિડીયો / “દિલ હૈ છોટા સા, છોટી સી આશા”, બાળકની આ માસૂમિયતે જીતી લીધું લોકોનું હૃદય

Last Updated on October 13, 2021 by Zainul Ansari

સોશિયલ મીડિયા જ્યારથી આવ્યુ છે ત્યારથી લોકોને વિશ્વભરની ખબરો ઘરેબેઠા જ મળી જાય છે. આ મીડિયા હાલ આખા વિશ્વને લોકો સાથે જોડતું એક વિશેષ માધ્યમ બન્યું છે. વિશ્વના કોઈપણ ખૂણે બનતી નાનામાં નાની ઘટના પણ તુરંત જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ જાય છે ત્યારે આજે આ લેખમાં અમે તમને એક આવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ ચાલો જાણીએ.

એક આઇએએસ અધિકારીએ હાલ એક ખુબ જ સુંદર વિડીયો શેર કર્યો છે. આ વિડીયો જોઈને તમે પણ થોડા સમય માટે નિઃશબ્દ થઇ જશો. આ વિડીયો કલીપ અરુણાચલના આસપાસના વિસ્તારની છે, જેમાં એક બાળકે પોતાના ઘરની શેડ ઢાંકતી વખતે એક એવું નિર્દોષ કાર્ય કર્યું કે, તેની માસુમિયત સૌ કોઈના હૃદયમા વસી ગઈ. આ વિડીયો જોયા બાદ તમારા મોઢા પર પણ એક હળવુ એવું સ્મિત આવી જશે.

આ વિડીયો આઈએએસ અવનિશ શરણ દ્વારા શેર કરવામા આવી છે. તેમણે કેપ્શનમા એવું લખ્યું હતું કે, “ઉમ્મીદ જ એક એવી તાકાત છે કે, જે તમને ઉપર ઉડવાનો હોંસલો આપે છે.” આ વિડીયો પર હાલ અત્યાર સુધીમા 50 હજાર કરતા પણ વધુ વ્યુ મળી ચુક્યા છે અને 6 હજારથી વધુ લાઇક્સ પણ મળી ચુકયા છે.

25 સેકંડના આ વીડિયોની શરૂઆતમાં તમને અમુક લોકોના હાથમાસૂકા પાંદડા જોવા મળશે કે જેનાથી તે પોતાના ઘરની શેડ બનાવી રહ્યા હોય. આ સમય દરમિયાન એક બાળકે પોતાના હાથમાં તાડના પાંદડા એવી રીતે પકડ્યા હોય કે, જાણે આ તાડના પાંદડા તેની પાંખો હોય અને આ પાંખોની મદદથી તે ઉપર આસમાનમા ઉડવાની ઈચ્છા ધરાવતો હોય. આ બાળક આ બંને હાથમાં પકડેલા પાંદડાઓને પાંખની જેમ ફફડાવીને ઘાસના ઢગલા પર કુદે છે. બાળકની આ માસુમિયત જોઈને સૌ કોઈના મુખ પર હાસ્ય આવી જાય છે. આ વિડીયો પરથી એવું કહી શકાય છે આકાશમાં ઉડવાની ઈચ્છા તો દરેક બાળક ધરાવતો હોય છે.

Read Also

Related posts

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

Bansari

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!