GSTV

આ ભારતીયે વગાવ્યો વિશ્વમાં ડંકો, જર્મનીની આ પ્રખ્યાત કંપનીમાં બન્યા CEO

Last Updated on June 17, 2019 by

જર્મનીની કંપની થાઈસનક્રપે (ThyssenKrupp) એક ભારતીયને પોતાના સ્ટીલ કારોબારના નવા ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. પ્રેમલ દેસાઈ હવે જર્મનીની સ્ટીલ જાયન્ટનો કારોભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે, થાઈસનક્રપે ટાટા સમુહની ટાટા સ્ટીલને ખરીદવાની યોજના બનાવી હતી.

પરંતુ રેગ્યુલેટરીની આંટીઘૂંટમાં અટવાયેલ આ સોદાને આખરે થાઈસનક્રપે પડતો મૂક્યો હતો. ત્યારે હવે ભારતની કંપની પર વિશ્વાસ ન મૂકતા થાઈસનક્રપે એક ભારતીયને પોતાની કંપનીનો સંપૂર્ણ કારોબાર સંભાળવાનો ભરોસો મૂકી નિમણૂક કરી છે. નોંધનીય છે કે, યૂરોપમાં ભારતની સ્ટીલ ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા સ્ટીલ સાથે પ્રસ્તાવિત સંયુક્ત સાહસ કરાર અંગે વાટાઘાટો તૂટ્યા બાદ દેસાઈ કંપનીના કારોબારના પુનર્ગઠનનું કામ જોશે.

થાઈસનક્રપ સ્ટીલ યૂરોપે 30 જૂન 2018એ 50:50 રેશિયોથી સંયુક્ત સાહસ બનાવવા માટે કરાર કર્યો હતો. જો કે, યૂરોપીય સંઘે થોડા સમય પછી વિલય બાદ ઈલેક્ટ્રીકલ સ્ટીલ, ઓટોમોટિવ સ્ટીલ અને પેકેજિંગના ઉચ્ચ મૂલ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મે, 2019માં બન્ને કંપનીઓએ આ યોજનાને ખતમ કરવાની ઘોષણા કરી હતી. ભારતીય મૂળના 50 વર્ષીય દેસાઈ 2015થી થાઈસનક્રપ સ્ટીલ યૂરોપ એજીના ચીફ ફાઈનાન્સ ઓફિસર (CFO) છે. તે કંપનીના કાર્યકારી બોર્ડના ચેરમેનનું પદ સંભાળશે. દેસાઈએ જણાવ્યું કે, સ્ટીલના ભવિષ્યને આકાર આપવા ઘણા પડકારો છે. એટલા માટે ઘણું બધું કરવાની જરૂર છે.

READ ALSO

Related posts

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!