ઓફિસમાં કર્મચારીઓને ઘણા પ્રકારની લીવ મળતી હોય છે. સીક લીવ, ઇએલ અને સીએલનો પણ સમાવેશ થાય છે. પરંતૂ તમે જો કંપનીમાં કામ કરતા હશો તો તમને પણ આ વસ્તુનો અનુભવ થયો હશે કે ઘણા કર્મચારીઓ કામ કરતા કરતા સૂઇ જાય છે.

સોશિયલ મીડિયામાં એક આવો જ ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટ્વીટરની એક કર્મચારી ઓફિસમાં જ બેડ લગાવીને સુતી છે. તમને નવાઇ લાગશે જ્યારે તમારી કંપની તમને સુવા માટે પણ લીવ આપવા લાગશે તો..?
આવી જ એક કંપની પોતાના કર્મચારીઓને સુવા માટેની લીવ આપી રહી છે. આ કપંની વિદેશની નથી પરંતુ ભારતની છે. વર્લ્ડ સ્લીપ ડે બેંગ્લોર સ્થિત એક કંપનીએ તેના કર્મચારીઓને અનોખી ભેટ આપી છે. કંપનીએ દરેક વ્યક્તિને ઈન્ટરનેશનલ સ્લીપ ડે (વર્લ્ડ સ્લીપ ડે 2023) પર બ્રેક આપ્યો છે જેથી તેઓ ઊંઘી શકે. કંપનીએ કહ્યું કે, આ જાહેરાત કરતા આનંદ થાય છે કે શુક્રવાર, માર્ચ 17, 2023, આંતરરાષ્ટ્રીય સ્લીપ ડેના અવસર પર વૈકલ્પિક રજા આપવામાં આવી છે.
વેકફિટ સોલ્યુશન્સ એવી કંપની છે જે કર્મચારીઓને ઊંઘ માટે બ્રેક આપે છે. હોમ ફર્નિશિંગ કંપની, વેકફિટ સોલ્યુશન્સે વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે LinkedIn પર મેઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ મેઇલ કંપની દ્વારા તેના કર્મચારીઓને મોકલવામાં આવ્યો છે. આ મેલમાં લખ્યું છે કે, વેકફિટ સાથે ઊંઘની અદ્ભુત ભેટનો અનુભવ કરો. 17 માર્ચ, 2023 ના રોજ, વર્લ્ડ સ્લીપ ડે (2023) ના અવસરે, તમામ વેકફિટ કર્મચારીઓને આરામ આપવામાં આવ્યો છે. આ સાથે કર્મચારીઓને શનિવાર અને રવિવારની રજા પણ મળી છે. આવી સ્થિતિમાં વધારાની રજા સાથે ત્રણ દિવસનો વીકેન્ડ આવ્યો છે.
ગયા વર્ષે, કંપનીએ તેના કર્મચારીઓ માટે “રાઈટ ટુ નેપ પોલિસી” જાહેર કરી હતી.જે પ્રમાણે, તમામ કર્મચારીઓને તેમના કામના કલાકો દરમિયાન 30 મિનિટની નિદ્રા લેવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, બપોરે નિદ્રા શરીરને રિચાર્જ કરવામાં અને કામ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આનાથી કાર્યસ્થળની ગુણવત્તા પણ સુધરે છે.
READ ALSO…
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે