GSTV
Cricket Sports Trending

ક્રિકેટ / ભારતનો આ બેટ્સમેન આખા કરિયરમાં ક્યારેય નથી થયો ઝીરો પર આઉટ, વિકેટ માટે તરસતા રહ્યાં બોલર્સ

ભારત

Team India: ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન રહ્યા છે, જેમણે રન અને સદીનો વરસાદ કર્યો છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા નસીબદાર બેટ્સમેન છે જેઓ પોતાના કરિયરમાં ક્યારેય ઝીરો પર આઉટ થયા નથી. એક એવો ભારતીય બેટ્સમેન પણ છે જે પોતાની કરિયરમાં ક્યારેય ઝીરો પર આઉટ થયો નથી. આ ખેલાડી ભારત માટે વર્ષો સુધી ક્રિકેટ રમ્યો પરંતુ તે ક્યારેય ઝીરો પર આઉટ થયો ન હતો.

ભારત

ટીમ ઈન્ડિયાનો આ હીરો ક્રિકેટર ક્યારેય ઝીરો પર આઉટ થયો નથી

ભારતીય ક્રિકેટ ટીમનો એક ખેલાડી તેની કરિયરમાં ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ પૂર્વ દિગ્ગજ ખેલાડી યશપાલ શર્મા છે. યશપાલ શર્માએ 42 વનડેમાં 883 રન બનાવ્યા છે અને 4 અડધી સદી પણ ફટકારી છે. ODIમાં તેનો હાઇએસ્ટ સ્કોર 89 રન છે. આ ભારતીય બેટ્સમેન પણ વનડેમાં ક્યારેય ઝીરો પર આઉટ થયો નથી. આ આશ્ચર્યજનક છે કારણ કે જે સમયે યશપાલ શર્મા રમતા હતા તે સમયે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ખૂબ જ ઘાતક હતી અને તેના બોલર ખૂબ જ ખતરનાક હતા આજે આ બેટ્સમેન આ દુનિયામાં નથી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં આ બેટ્સમેનનું નિધન થયું હતું.

આ ખેલાડીઓ પણ લિસ્ટમાં સામેલ

પીટર ક્રિસ્ટન (સાઉથ આફ્રિકા)

સાઉથ આફ્રિકાના બેટ્સમેન પીટર ક્રિસ્ટન ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમ્યા, પરંતુ આ બેટ્સમેન ક્યારેય શૂન્ય પર આઉટ થયો ન હતો. પીટરે ત્રણ વર્ષમાં 40 વનડે રમી અને 1293 રન બનાવ્યા. જેમાં 9 અડધી સદીનો સમાવેશ થાય છે. પીટર પણ આ ઇનિંગ દરમિયાન 6 વખત અણનમ રહ્યો હતો. વનડેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 97 રન છે.

કેપ્લર વેસેલ્સ (સાઉથ આફ્રિકા)

આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બંને માટે રમી ચૂક્યો છે, નામ છે કેપ્લર વેસેલ્સ. તેણે તેની 10 વર્ષની કરિયરમાં 109 ODI મેચ રમી, જે દરમિયાન તેણે 1 સદી અને 26 અડધી સદીની મદદથી 3367 રન બનાવ્યા. વનડેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 107 રન છે. વેસેલ્સ તેની કરિયરમાં ક્યારેય ઝીરો પર આઉટ થયો ન હતો. તે પણ 7 વખત નોટઆઉટ રહ્યો છે.

જેક્સ રોડાલ્ફ (સાઉથ આફ્રિકા)

સાઉથ આફ્રિકાના બેટ્સમેન જેક્સ રોડાલ્ફે 45 વનડેમાં 1174 રન બનાવ્યા છે. જેમાં 7 અડધી સદી પણ સામેલ છે, તે 6 વખત અણનમ પણ રહ્યો છે, જેક્સનો વનડેમાં હાઇએસ્ટ સ્કોર 81 રન છે અને તે પણ આજ સુધી ઝીરો પર આઉટ થયો નથી.

Read Also

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV