GSTV
Home » News » જાળિલા ગામે દલિત આગેવાનની હત્યા મામલે રમણલાલ વોરાએ આપ્યું આ મહત્વનું નિવેદન

જાળિલા ગામે દલિત આગેવાનની હત્યા મામલે રમણલાલ વોરાએ આપ્યું આ મહત્વનું નિવેદન

બોટાદના જાળિલા ગામે દલિત આગેવાનની હત્યાની ઘટનાને ભાજપના નેતા રમણલાલ વોરાએ વખોડી કાઢી છે. તેમજ પીડિત પરિવરાજનો સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. તેઓએ કહ્યુ હતુ કે, તેમને સુરક્ષા આપવામાં આવી હતી. જોકે એસઆરપી કંપની વીડિરો થતા સુરક્ષા પાછી ખેંચાઈ હતી. લગભગ અઢી મહિના સુધી મનજીભાઈને સુરક્ષા અપાઈ હતી.

ગુજરાતમાં છાશવારે દલિતો પર હુમલાની ઘટના યથાવત બનતી રહી છે. જેને લઈને રમણલાલ વોરાએ ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કહ્યુ હતુ કે, અનુસૂચિત જાતિ પર આવો કોઈ બનાવ બને તો આઈપીએસ તપાસ કરે છે. આ પરિવારની પણ માંગ પુરી કરવાનો પ્રયાસ થશે. બોટાદના રાણપુરના દલિત આગેવાન અને ઉપસરંપચ મનજીભાઈ સોલંકીની હત્યા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ 8 લાખ 25 હજાર રૂપિયાની મૃતકના પરિવારજનોને સહાયની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

જો કે પરિવારે આ સહાય સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. મહત્વનુ છે કે સરકારની જાહેરાત મુજબ કુલ રકમમાંથી પચાસ ટકા રકમ ચોવીસ કલાકમાં અને અન્ય પચાસ ટકા રકમ બાદમાં ચુકવાશે. રાજ્ય સરકારના પ્રધાન ઈશ્વરસિંહ પરમારે સમગ્ર ઘટના પર તપાસના આદેશ પણ આપ્યા છે. બોટાદના જાળીલા ગામે ઉપ સરપંચ મનજી સોલંકી હત્યાનો મામલે ઘટનાને સામાજિકન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

READ ALSO

Related posts

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Arohi

અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે કમલનાથના ભત્રીજા રાતુલ પુરીની EDએ કરી ધરપકડ

Arohi

સતાધારના મહંત જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે નિધન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!