GSTV
Home » News » પંચમહાલ કોંગ્રેસનાં ઉમેદવારની આ તસવીર વાયરલ થતા ખળભળાટ

પંચમહાલ કોંગ્રેસનાં ઉમેદવારની આ તસવીર વાયરલ થતા ખળભળાટ

લોકસભા ચૂંટણીમાં નેતાઓ બેફામ વાણી-વિલાસ કરીને બધાનું ધ્યાન ખેંચે છે. બીજી તરફ લોકસભા ચૂંટણીમાં નેતાઓ દ્વારા એવા કાર્ય હાથ ધરવામાં આવે છે,જેનાથી કાં તો ચૂંટણી આચારસંહિતાનો ભંગ થાય છે, અથવા તો વિરોધી પાર્ટીઓને પ્રહાર કરવાનો મોકો મળી જાય છે.

આમ તો લોકશાહી શાસનમાં નિષ્પક્ષ અને નિર્ભીક રીતે ચૂંટણી યોજવાની વાતો થાય છે.જો કે દરેક ચૂંટણીમાં ઉમેદવારો કેવી રીતે નિતી-નિયમોનું ભંગ કરે છે.તેનાથી આપણે સૌ વાકેફ છે. ગુજરાતની 26 બેઠકો પૈક ી આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી પંચમહાલ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારની એક તસવીર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટ મતદારોને પૈસા વેચતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન મતદારોને પૈસા આપતા હોય તેવી તસવીર વાઈરલ થતા વી. કે. ખાંટની મુશ્કેલીમાં વધારો થયો છે. વી. કે. ખાંટના હાથમાં નોટોનું બંડલ હોય તેવી તસવીરોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટની પૈસા આપતા હોય તેવી તસવીર થઈ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિરોધી પાર્ટીઓને મુદ્દો મળી ગયો છે.

READ ALSO 

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!