આજકાલ ઘણી વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે. ખાવા-પીવાની વસ્તુથી લઈને તમામ બાબતોમાં ખરીદી કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું પડે છે. ક્યાંક તમારી પ્લેટમાં જે ચોખા છે, તે પ્લાસ્ટીકના તો નથી? આજના સમયમાં એવા ચોખા આવે છે કે જેના રાંધ્યા બાદ પણ ખબર પડતી નથી કે અસલી છે કે નકલી. પ્લાસ્ટીકના ચોખા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકારના પ્લાસ્ટીકના ચોખાથી કેન્સરનું જોખમ પણ વધે છે. તમને આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે પરતું આ હકિકત છે. આજે અમે તમને કેટલીક રીત બતાવવા જઈ રહ્યાં છે, જેના દ્વારા તમે અસલી અને નકલી ચોખાને સારી રીતે ઓળખી શકાય છે

બાસમતી ચોખા આવા હોય છે
બાસમતી ચોખાની સુંગધ એટલી બધી આવે છે કે તેને ફક્ત એ રીતે પણ ઓળખી શકાય છે. તેની ખેતી ભારત, પાકિસ્તાન અને નેપાળમાં થાય છે. નોંધનીય કે આ ચોખા બારીક હોવાની સાથે સાથે જ સુગંધ વાળા હોય છે. જ્યારે તેમને રાંધવામાં આવે છે ત્યારે તેમની લંબાઈ બમણી થઈ જાય છે. આ ચોખાની ખાસિયત એ છે કે આ ચોખા રાંધ્યા પછી ચોંટતા નથી, પણ થોડા ફૂલી જાય છે. આ ખાસિયતના કારણે તેને આખા દેશમાં પસંદ કરવામાં આવે છે.
ચૂનાની મદદથી પણ નકલી ચોખાની ઓળખ કરવામાં આવી શકે છે. આ માટે એક વાસણમાં ચોખાના કેટલાક સેમ્પલ લો. તેમાં થોડું ચૂનો અને પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો. હવે આ દ્રાવણમાં ચોખાને પલાળી રાખો અને થોડી વાર રહેવા દો. થોડા સમય પછી જો ચોખાનો રંગ બદલાઈ જાય કે રંગ નીકળી જાય તો સમજવું કે આ ચોખા નકલી છે.

પ્લાસ્ટિકના ચોખાની આ રીતે કરો ઓળખ
1. થોડા ચોખાને આગમાં નાખીદો, જો તે ચોખાની ગંધ સળગતી વખતે પ્લાસ્ટિકના સળગવા જેવી આવે, તો સમજવું કે તે પ્લાસ્ટિકના ચોખા છે.
2. જો ચોખા ઉકળ્યા પછી કન્ટેનરના ઉપરના ભાગમાં જાડા પડની જેમ દેખાવા લાગે તો સમજવું કે આ ચોખા નકલી છે.
3. જો નકલી ચોખાને ગરમ તેલમાં નાખવામાં આવે તો તે પીગળવા લાગે છે.
4. નકલી ચોખાને પાણીમાં નાખવાથી તરવા લાગે છે. 5. આ સિવાય તમે આ પદ્ધતિ પણ અપનાવી શકો છો કે ચોખાને રાંધ્યા પછી તેને થોડા દિવસો માટે આ રીતે જ રહેવા દો, જો તે ચોખા પ્લાસ્ટિકના બનેલા હોય તો તેમાંથી દુર્ગંધ નહીં આવે કારણ કે તે સડતા નથી.
Also Read
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર