GSTV
Ajab Gajab Trending Videos Viral Videos

અંતરિક્ષમાં ભીના ટુવાલને નીચવતા શું થશે? વૈજ્ઞાનિકોએ કર્યો આ વિચિત્ર પ્રયોગ

પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે, જેના કારણે અહીં જીવન અને સ્થિરતા છે. બધું આપોઆપ જમીન સાથે જોડાય છે. હિલીયમવાળા ફુગ્ગા સિવાય બધું જ જમીન તરફ આકર્ષાય છે. તો જ આપણે ચાલવા સક્ષમ છીએ, નહીં તો અંતરિક્ષની જેમ હવામાં ગુલાટી ખાતા. ધરતી સિવાય હજુ સુધી કોઈ ગ્રહ પર ગુરુત્વાકર્ષણ જોવા મળ્યુ નથી. આ જ કારણ છે કે, જ્યારે પણ વૈજ્ઞાનિકો અંતરિતક્ષમાંથી ફોટો મોકલે છે તેમાં તેઓ હવામાં ઉડતા જોવા મળે છે.

અંતરિક્ષ

જે લોકો અવકાશની મુસાફરી કરી શકતા નથી, તે બધાને ત્યાંના જીવન અને કોમ્પ્લિકેશન વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. આ જ મુદ્દે ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પેસની કેટલીક એવી તસવીરો શેર કરવામાં આવી છે જે જોવાની દરેક વ્યક્તિને મજા આવશે. @wonderofscience અકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે, અંતરિક્ષમાં ભીના ટુવાલને નીચોડવાથી કેવો નજારો જોવા મળે છે. નાસાની તરફથી શેર કરેલા આ વીડિયોને ત્યારે બનાવવામાં આવ્યો હતો, જ્યારે હાઈસ્કુલના બાળકોએ આના સંબંધિત જાણકારી માંગી હતી.

ભીના ટુવાલને નિચોડવામાં આવે ત્યારે પાણી આસપાસ ફરે છે
CSA અવકાશયાત્રી ક્રિસ હેડફિલ્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રશ્ન એ હતો કે ભીના ટુવાલને અવકાશમાં નીચોડવામાં આવે ત્યારે શું થાય છે? આ વીડિયો સ્પેસ સ્ટેશનમાં શૂટ કરવામાં આવ્યો હતો. ક્રિસ હેડફિલ્ડે ખિસ્સામાંથી એક નાનો ટુવાલ કાઢ્યો અને તેને પાણીમાં પલાળ્યો. પછી તેને સારી રીતે નિચોડ્યો. પરંતુ સૌથી સારો નજારો ત્યારે હતો જ્યારે ભીના ટુવાલને બંને હાથથી પકડીને નીચોડવામાં આવ્યો. ઉમ્મીદની વિપરીત પાણી અહીં તહીં ભાગવાને બદલે, તેની આસપાસ જ રહ્યુ, પાણીના પરપોટાંએ ટુવાલને ચારેબાજુથી ઘેરી લીધુ હતું. પારાની જેમ જ પાણી એ પોતાની જગ્યા છોડી નહતી, જોકે હેડફિલ્ડના હાથ સંપૂર્ણપણે ભીના થઈ ચુક્યા હતાં.

હાઈસ્કુલના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો આ પ્રયોગ

અવકાશયાત્રીએ સ્પેસ સ્ટેશનમાં જે પ્રયોગ બતાવ્યો તે લોકવ્યુ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ કેન્દ્ર લેમકે અને મેરેડિથ ફોકનર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. અને આ પ્રયોગથી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા પણ જીતી લીધી હતી. જેનું આયોજન કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વીડિયો ટ્વિટર પર આવતા પહેલા 2013માં યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને 1 કરોડ 97 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે, આ વીડિયોને ટ્વિટર પર 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો હતો.

READ ALSO:

Related posts

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

GSTV Web Desk

સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો

Zainul Ansari
GSTV