GSTV

…જો આ થયું તો ગુજરાતમાં નહીં મળે પેટ્રોલ-ડીઝલ, ગુજરાત સરકારના આંખ આડા કાન

ગુજરાતના બજારમાં બાયોડિઝલના ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહેલા વેપાર સામે છેલ્લા એક દોઢ વર્ષથી ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવી રહેલી ફરિયાદો સરકારને બહેરા કાને અથડાતા થાકી હારીને આખરે ફેડરેશને 29મી સપ્ટેમ્બરથી નો પરચેજ આંદોલન કરવાની આજે જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે બોલાવી હતી ખાસ બેઠક

આ જાહેરાત થતાં જ સફાળી બેઠી થયેલી ગુજરાત સરકારે અન્ન અને નાગરિક પુરવઠા ખાતાની ઑફિસમાં પેટ્રોલિયમ ડીલર્સની એક મિટિંગ બોલાવી છે. પેટ્રોલિયમ ડીલરોનું કહેવું છે કે કેટલાક મેન્યુફેક્ચરર્સ ડુપ્લિકેટ બાયોડિઝલ વેચી રહ્યા છે. ડુપ્લિકેટ બાયોડિઝલ પેટ્રોલિયમ ડિઝલથી 20 રૂપિયા સસ્તું મળે છે. તેનું વેચાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેની સીધી અસર ડિઝલના વેપાર પર પડી રહી છે. પેટ્રોલ ડીલરો પોતાની રીતે પેટ્રોલ કે ડીઝલમાં કોઈપણ વસ્તુ ઉમેરી શકતા નથી. પરંતુ ડુપ્લિકેટ બાયોડિઝલનો બારોબાર ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરકારને વારંવાર રજૂઆત છતા ધ્યાને નથી લેવાતી

ફેડરેશન ઑફ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિન્દ ઠક્કરનું કહેવું છે કે આ મુદ્દે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ અમારી રજૂઆતને સરકારે ધ્યાનમાં લીધી જ નથી. પરિણામે અમારે 29મી સપ્ટેમ્બરે નો પરચેઝ એજિટેશન શરૂ કરવાની ફરજ પડી છે. જોકે આવતીકાલે સરકારે બોલાવેલી મિટિંગમાં તેનો ઉકેલ આવી શકે છે. પેટ્રોલિયમ ડિલરો રોજનું 1.80 કરોડ લિટર ડિઝલ અને 75 લાખ લિટર પેટ્રોલની ખરીદી કરે છે. આ બંને પર 24 ટકા જેટલો ટેક્સ આવે છે. એક દિવસમાં જ સરકારે ટેક્સની આવક રૂપે કરોડો ગુમાવવા પડી શકે છે.

Related posts

સેમ્યુઅલ્સ અને બેન સ્ટોક્સના વિવાદ પર માઇકલ વોન બગડ્યો, કહ્યું આ ખતરનાક છે

Mansi Patel

રૂપાણી સરકારની ઉદ્યોગજગત માટે મહત્વની જાહેરાત, યુનિટદીઠ વીજદરમાં કર્યો ઘટાડો

Pravin Makwana

હવે શ્રદ્ધા કપૂર બનશે મોટા પડદાની નાગિન, શ્રીદેવીને યાદ કરીને થઇ ભાવુક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!