પગ શરીરનો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ શરીરનો ભાર ઉપાડે છે અને આ માટે તેમની યોગ્ય સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો શરીરનું ધ્યાન રાખે છે પરતું પગ પર વધુ ધ્યાન આપતા નથી. એટલું જ નહિ ઘણીવાર લોકો કેટલીક ભૂલોને કરી પોતાના પગને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તમારે પોતાની આદતો પર ધ્યાન પવું ખુબ જ જરૂરી છે. તો અમે તમને અહીં જણાવીશું કે ક્યાં પ્રકારની આદતોમાં ફેરફાર લાવવું જોઈએ.

પગને નુકસાન પહંચાડે છે આ આદતો
આખો દિવસ બેસી રહેવાની ટેવ
આજના સમયમાં મોટાભાગે લોકો આખો દિવસ એક જગ્યાએ જ બેસીને કામ કરે છે. આવું કરવાથી ન માત્રા વ્યક્તિનું વજન વધે છે પરતું પગ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમે એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહો તો આવી સ્થિતિમાં તમારું બ્લડ સર્કુલેશન પણ ધીમે થઈ જાય છે. જેના કારણે તમને વેરિકોઝ વેન્સની સમસ્યા થવા લાગે છે. આથી જો તમે તમારા પગને સ્વસ્થ રાખવા માંગો છો, તો કામની વચ્ચે દરેક કલાકે નાનકડું બ્રેક લો અથવા નાની વોક કરો
પગને ક્રોસ કરીને બેસવું
મોટાભાગના લોકોમાં આ આદત જોવા મળે છે. જ્યારે પણ તેઓ બેસે છે ત્યારે પગને ક્રોસ કરીને બેસે છે. પરતું લાંબા સમય સુધી પગને ક્રોસ રાખીને બેસવાથી તેના પર દબાણ વધે છે. જેના કારણે તમારા પગમાં સમસ્યા થઈ શકે છે. આ કારણે પગને ક્રોસ કરીને બેસવાનું ટાળો

જરૂરથી વધારે કસરત કરવી
કસરત કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી બાબત છે, પરંતુ જો તમે વધુ પડતી કસરત કરો છો, તો તે તમારા પગને નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે વધુ પડતી કસરતને કારણે સ્નાયુઓ પર વધુ દબાણ આવે છે. જેના કારણે પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)
Also Read
- શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી
- Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન
- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિંજરનું નિધન, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિવાદાસ્પદ રહી હતી ભૂમિકા
- ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન