GSTV
Home » News » એર સ્ટ્રાઈક બાદ અત્યાર સુધી આ મિઠાઈવાળાએ લોકોને મફતમાં ખવડાવ્યા છે 150 કિલો પેંડા

એર સ્ટ્રાઈક બાદ અત્યાર સુધી આ મિઠાઈવાળાએ લોકોને મફતમાં ખવડાવ્યા છે 150 કિલો પેંડા

man distribute 150 kilo modi pedha

પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ઉત્સાહિત થયેલા એક મિઠાઈ વિક્રેતા લોકોને હવે 150 કિલો મોદી છાપ પેંડા ખવડાવ્યા છે. આ વિક્રેતા છે ગુજરાતમાં જામનગરની “શ્રીખંડ સમ્રાટ મિઠાઈવાળા”ના માલિક હિતેશ ચોટાઈ. હિતેશ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુશ્મનને ઘરમાં ઘુસીને બોધપાઠ શીખવાડ્યો છે, મોદીએ એવા ઘણાં નિર્ણય લીધા છે, જેની સરાહના માટે હું મિઠાઈ વહેંચી રહી છું.

હિતેશ ચોટાઈના જણાવ્યા મુજબ, “દેશના એવા પહેલા વડાપ્રધાન માટે યોગ્ય અર્થમાં ભક્તિ હોવી જોઈએ. મોદી માટે આ ભક્તિ મારામાં છે અને હું ગૌરવપૂર્વક કહુ છુ કે હું એક મોદીભક્ત છું.” તેમણે વધુમાં કહ્યું કે જામનગર શહેરમાં સેન્ટ્રલ રોડ સ્થિત દુકાનમાંથી નહીં, મારું પરીવાર પણ વડાપ્રધાન મોદીના પ્રશંસક છે. એવામાં પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને મોદી આકૃતિવાળા પેંડા અમે મફતમાં વહેંચી રહ્યાં છે.

શું મિઠાઈ વહેંચીને મોદીના વખાણ કરી શકાય છે? આ પ્રશ્નના જવાબમાં હિતેશે કહ્યું કે મોદીનો વાસ્તવિક પ્રશંસક બનવા માટે મારે મિઠાઈ દ્વારા કંઈક કરવાનુ હતું, જેનાથી સાબિત થાય છે કે હું પણ તેમનો મોટો પ્રશંસક છું. જેના માટે ઘણાં દિવસોની મહેનત બાદ મોદીના તસ્વીરોવાળી ડાઈ તૈયાર કરાવી હતી. પછી તેના અમૂક પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યાં, જેનાથી મિઠાઈ પર યોગ્ય પદ્ધતિથી વડાપ્રધાન મોદીની આકૃતિ બનાવી શકાય.

“ડાઈ તૈયાર થયા બાદ પેંડા બનાવવામાં લગભગ ત્રણ દિવસની મહેનત થશે. મોદીના પેંડા કેસર મલાઈ અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મોદીના જન્મદિવસે પણ અમે મોદીના પેંડા મફ્તમાં ખવડાવ્યા છે. એર સ્ટ્રાઈકના સમયથી આજ સુધી અમે લગભગ 150 કિલો મોદી છાપ પેંડા લોકોને ખવડાવ્યા છે.”

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi