GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રામલલ્લા: રામમંદિરની ડિઝાઈન તૈયાર કરી આ ગુજરાતી પરિવારે, ભૂમિપૂજન પણ કરશે 2 ગુજરાતી

PM મોદી

અયોધ્યામાં 5 ઓગસ્ટે પીએમ મોદી મંદિરનું ભૂમિપૂજન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ખાસ તૈયારીઓ શરૂ થઈ છે અને પૂર્ણ થવાના આરે છે. મંદિર નિર્માણ માટે ખાસ પત્થર મંગાવાયા છે. ઈતિહાસને સાચવીને રાખનારી ટાઈમ કેપ્સ્યૂલ પણ મંદિરને લઈને ચર્ચામાં છે. આ સિવાય રામ મંદિરને ભવ્ય અને ખાસ ચીજોથી શણગારવામાં આવી છે અને રામલલા માટે નવરત્ન જડિત ખાસ લીલા રંગના વસ્ત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરને ડિઝાઈન કરનારા ગુજરાતના સોમપુરા અને તેમના પરિવારની. તેમનો પરિવાર 15 પેઢીથી મંદિર ડિઝાઈન કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં પરિવારે 131 મંદિરો ડિઝાઈન કર્યા છે. આ સિવાય આ ભૂમિપૂજનના મંચ પર પણ મોદી અને આનંદીબેન એમ બે ગુજરાતી ભૂમિપૂજનમાં હાજર રહેશે.

મંદિરના ગર્ભગૃહમાં પહેલાં 3 શિખર સ્થાન રહેશે

મૂળ ડિઝાઈનમાં ફેરફાર કર્યા બાદ હવે મંદિરમાં 318 સ્તંભ હશે. નવી ડિઝાઈનની રીતે મંદિરની પહોળાઈ 235 ફીટ અને લંબાઈ 360 ફીટ હશે.ઉંચાઈ 161 ફીટ રહેશે. મંદિરના ગર્ભગૃહમાં પહેલાં 3 શિખર સ્થાન રહેશે. પહેલાં ભજન કીર્તનનું સ્થાન, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામલલાના દર્શનની વ્યવસ્થા હશે. મંદિરના ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઈને અનુમતિ મળશે નહીં. મંદિરના અન્ય માળે રામ દરબાર હશે જ્યાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની સાથે હનુમાનજી પણ વિરાજમાન હશે.

વિદેશોમાં પણ નામ કમાયું છે

અયોધ્યાના મંદિરની ખાસ ડિઝાઈન ગુજરાતના પરિવાર દ્વારા તૈયાર કરાઈ રહી છે. તેઓની 15 પેઢી થી આ જ કામ કરાઈ રહ્યું છે. તેમનું કામ છે મંદિરોની ડિઝાઈન તૈયાર કરવી. તેઓએ વિદેશોમાં પણ નામ કમાયું છે. સોમપુરા અને તેમના પરિવારે અનેક મોટા મંદિરો તૈયાર કર્યા છે. ગુજરાતનું સોમનાથ, અક્ષરધામ અને અંબાજી મંદિર પણ સામેલ છે.

પરિવારના ડિઝાઈનની એક ખાસિયત

આ સિવાય દેશ વિદેશમાં 131 મંદિરો ડિઝાઈન કર્યા છે. સોમપુરા પરિવારના ડિઝાઈનની એક ખાસિયત છે. આ નગર શૈલીના મંદિરોની ડિઝાઈન વાસ્તુકળાના આધારે કરાય છે. સોમનાથ મંદિર ચંદ્રકાંત સોમપુરાના પિતા પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કર્યું હતું. તે માટે તેમને પદ્મશ્રી પણ મળ્યો હતો.

READ ALSO

Related posts

સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, જાણકારોના મતે 60 હજારની સપાટીએ પહોંચતા નહીં લાગે વાર

Nilesh Jethva

25 લાખના પેકેજની નોકરી છોડી IAS બન્યો આ યુવાન, ફોર્મ્યુલા જાણીને તમે પણ રહી જશો દંગ

Mansi Patel

દેશની આ 2 પ્રાઈવેટ બેન્કે MCLRમાં કર્યો ઘટાડો, જાણો તમારા ખિસ્સાને કેટલો થશે ફાયદો !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!