યુવતી પોતાનો પેશાબ વેચીને કમાતી લાખો રૂપિયા, ખરીદનારા કરતા ચોંકાવનારું કામ

પૈસા કમાવવા પણ એક કળા છે, જે દરેકને નથી આવડતી. લોકો જલ્દીથી જલ્દી અમીર બનવા માટે અને પૈસા કમાવવા માટે જાણે કેટલુંય કરતા હોય છે. કોઈ બિઝનેસમાં રોકાણ કરે છે, તો કોઈ પોતાના નવા નવા આઇડ્યાથી લાખો-કરોડો કમાઈ લે છે. પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ પોતાનો પેશાબ વેચીને લાખો કમાયું હોય. નહીં ને, તો આ બિલ્કુલ સાચી વાત છે.

અમેરિકાના ફ્લૉરિડામાં રહેનારી એક યુવતી પોતાનું યૂરિન વેચીને ઘરેબેઠાં લાખો રૂપિયા કમાતી હતી. જ્યારે લોકોને આ વિશે ખબર પડી તો આશ્ચર્યમાં પડી ગયા કે આખરે શું ખાસ છે તેના પેશાબમાં કે લોકો તેને ખરીદવા માટે પડાપડી કરે છે. તો આવો જાણીએ આ વાતની સંપૂર્ણ હકીકત…

મામલો હકીકતમાં એવો છે કે કૉલેજમાં ભણતી આ યુવતી બે વર્ષ પહેલાં એક ઑનલાઈન ઍડ સર્વિસ પર પોતાનું યૂરિન વેચવા માટે જાહેરાત આપી હતી, જેમાં લખ્યું હતું કે હું 3 મહિનાની ગર્ભવતી છું, જે પણ મારી પૉઝિટિવ પ્રેગ્નન્સી ટૅસ્ટ અને યૂરિનને પોતાના કોઈ ‘ખાસ કામ’ માટે ઉપયોગ કરવા ઇચ્છતું હોય તો તેને હું આપી શકું છું. યૂરિનના એક કે બે ટીપા માટે હું 25 ડૉલરનો ચાર્જ કરીશ.

યુવતીની આ ચોંકાવનારી જાહેરાતની સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની પાસે યૂરિન ખરીદનારાઓની ભીડ જામી ગઈ. યુવતીનો પેશાબ ખરીદનારાઓમાં મોટાભાગે છોકરીઓ અને મહિલાઓ જ હતી. આ રીતે તે પેશાબને વેચીને લગભગ 200 ડૉલર એટલે કે રૂ.12000 કમાઈ લેતી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુવતીઓ આ યૂરિનથી પ્રેગ્નન્સી ટૅસ્ટ કરતી હતી અને પૉઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ બતાવીને એવા પુરુષોને બ્લૅકમેલ કરવાનું કામ કરતી હતી જે તેમની સાથે લગ્નનો વાયદો આપીને શારિરીક સંબંધ બાંધતા અને પછી ફરી જતાં હતાં. જેથી આ યુવતી પાસેથી ખરીદેલા પેશાબ દ્વારા પુરુષો પર પ્રેશર બનાવતી હતી.

જો કે યૂરિન વેચનારી યુવતીનું કહેવું હતું કે ખરીદનાર લોકો આ યૂરિનનો શું ઉપયોગ કરતા હતા તેના વિશે કોઈ જાણ નથી. તેનું કહેવું છે કે તે આવું કરીને લાખો રૂપિયા કમાય છે અને તે આવું એટલા માટે કરતી હતી કારણ કે તે પોતાની કોલેજની ફી ભરી શકે.

આ ખબર લોકોની સામે ત્યારે આવી જ્યારે એક ન્યૂઝ ચૅનલે તેની તપાસ કરવા માટે સ્ટિંગ કર્યું. એક રિપોર્ટર ગ્રાહક બનીને યુવતી પાસે ગયો. આ દરમ્યાન પૂછવા પર ખબર પડી કે યુવતી યૂરિન વેચીને દિવસના લગભગ 12000 રૂપિયા કમાય છે. જો કે ખબર સામે આવ્યા બાદ હવે આ જાહેરાત હટાવી દેવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી તો સોશ્યલ મીડિયા પર આ ખબર ફેલાઈ ચૂકી હતી.

READ ALSO:

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter