આ છોકરીએ તો મોદીજીનું પણ માથુ ભાંગ્યું, 29 વર્ષે ફરી લીધા આટલા દેશ કે…

ફરવાનો શોખ કોઈને ન હોય એવું તો ના જ બને. આજનાં સમયમાં મુસાફરી એક શોખ બની ગઈ છે. પરંતુ વિશ્વની મુસાફરી કરવા માટે એક છોકરીનો ગજબ શોખ સામે આવ્યો છે કે જે છોકરી ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવીને સમગ્ર વિશ્વમાં એકલી મુસાફરી કરે છે અને લગભગ 196 દેશોમાં તે ફરી ચૂકી છે.

આ 29 વર્ષની અમેરિકન છોકરી કૈસી વ્યવસાયથી લેખક અને પ્રવાસી છે. તે વિશ્વનો દરેક ખૂણો જોવા માંગે છે. 18 મહિનામાં આશરે 196 દેશો તેણે ફરી લીધાં છે. કૈસીએ કહ્યું કે આ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. અને તે ક્યાં સમાપ્ત થશે તેની મને પણ ખબર નથી. આ સાથે તે સૌથી ઝડપી પ્રવાસીનો રેકોર્ડ પણ બનાવી ચૂકી છે. પ્રવાસ દરમિયાન 40 દેશોમાં 16 હજાર યુનિવર્સિટીઓનો પ્રવાસ કર્યો છે. વિવિધ દેશોના બાળકોને મળવું તેના માટે સારો અનુભવ રહ્યો છે. જો કે, આ મુસાફરીનો કોઈ ખાસ હેતુ ન હતો.

મુસાફરી દરમિયાન એક એવો સમય આવ્યો કે પૈસા પૂરા થઈ ગયા, પરંતુ તેણે મુસાફરી છોડી નહીં. કેટલાક લોકોએ તેને મદદ કરી માટે કૈસીની મુસાફરી અટકી નહીં. ઉલ્લેખનીય છે કે કૈસીને યોગ અને નેચરથી પણ લગાવ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter