ભારતમાં આર્થિક મંદી અને કોરોનાવાયરસ રોગચાળાની અસર હવે આઇટી (IT) કંપનીઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે છટણી શરૂ થઈ ગઈ છે. દેશના આઇટી દિગ્ગજ કોગ્નિઝન્ટે કંપનીએ દેશના જુદા જુદા શહેરોમાં તેની કચેરીઓથી કર્મચારીઓની છટણી શરૂ કરી છે. આઇટી કર્મચારી યુનિયન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.
કર્મચારી સંગઠનનો આ અહેવાલ ટ્વીટર પર વાંચો, ચોંકી જશો
ભારતમાં 2 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે
કોગ્નિઝન્ટ મોટી આઇટી કંપની છે અને આખા વિશ્વમાં 2.9 લાખ કર્મચારીઓ છે. આમાંથી, ભારતમાં 70 ટકા (2 લાખથી વધુ) કામ કરે છે. ભારતની વિપરીત આર્થિક નીતિના કારણે અનેક કંપનીઓ સામે જોખમ છે તેમાં આ કંપની સૌથી મોટી માનવામાં આવે છે. બીજી કંપનીઓની સ્થિતી અત્યંત ખરાબ છે.
ભારતભરની કચેરીઓમાંથી છૂટા કરાયા, બેંચ પર 18 હજાર કર્મચારીઓ
કંપનીએ કેટલા લોકોને છૂટા કર્યા છે તે વિશે કોઈ ખાસ માહિતી નથી, પરંતુ માનવામાં આવે છે કે સેંકડો કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. આઇટી કર્મચારી માટેના ઓલ ઈન્ડિયા ફોરમ (AIFITE)ના મહાસચિવ એ.જે.વિનોદે કહ્યું કે કોગ્નિઝેન્ટે ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, કોચી અને કોલકાતા કચેરીઓમાંથી સેંકડો કર્મચારીઓને છૂટા કર્યા છે. AIFITE લેબર ડિપાર્ટમેન્ટ અને સરકારને જણાવ્યું કે લગભગ 18,000 કર્મચારી બેંચ પર છે. બેચનો અર્થ એ છે કે તેમની પાસે હાલમાં કામ કરવા માટે કોઈ પ્રોજેક્ટ નથી. આવી સ્થિતિમાં, તેમની નોકરી પર જવાનું જોખમ ખૂબ વધારે છે.
13થી 18 હજાર કર્મીઓ છૂટા કરશે
ઓક્ટોબર 2019માં, કંપનીના સીઈઓ બ્રાયન હમ્ફાયરે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં કંપની વિશ્વભરના 13 – 18 હજાર કર્મચારીઓને છૂટા કરશે. જો કે, તે સમયે કોરોનાનું નામ પણ વિશ્વમાં દેખાતું નહોતું. તે સમયે કંપનીએ કહ્યું હતું કે આ 13 હજાર કર્મચારીઓમાંથી 6000 કન્ટેન્ટ મોડરેશન બિઝનેસમાં હશે, જે કંપની ફેસબુક માટે કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપની આ કર્મચારીઓમાંથી 5000ને રાખવાનો પ્રયાસ કરશે અને તેમને ફરીથી નોકરી પર મૂકશે.
- આકરી કસોટી/2020નો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ જાહેર : ભારત આ નંબરે, આ 2 દેશોમાં છે નહિવત ભ્રષ્ટાચાર
- મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ
- કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ ભરાઈ ગયા
- ઢળતી ઉંમરે પેંશનની સમસ્યામાંથી મળશે છુટકારો! 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે આ પેંશન યોજના, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો
- બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના