ટાલની સમસ્યા દૂર કરશે આ ફળના પાન, અજમાવી જુઓ

hair fall home remedy

જામફળ તો આપણે સૌએ ચાખ્યું હશે પરંતુ મોટાભાગના લોકો તેના પાંદડાથી થતા લાભથી અજાણ હોય છે. જામફળના પાન શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં દવા જેવું કામ કરે છે. આ સમસ્યા એવી છે કે જેના કારણે વ્યક્તિએ શરમ અનુભવવી પડે છે. આ સમસ્યા છે ખરતા વાળ અને માથામાં પડતી ટાલની સમસ્યા.

વાળની આ તકલીફને દૂર કરવામાં જામફળના પાન તમને મદદ કરી શકે છે. તો ચાલો જાણી લો કે કેવી રીતે આ પાનથી તમે ટાલની સમસ્યાને દૂર કરી શકો છો. 

ખરતા વાળ અટકાવવા હોય તો એક વાટકી જામફળના પાન લઈ તેને એક વાટકી પાણીમાં 20 મિનિટ સુધી ઉકાળવા. આ પાણીને ઠંડુ કરવા સાઈડ પર રાખી દો. ઠંડુ થયા બાદ તેની પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવી દો.

આ પેસ્ટને વાળમાં 4 કલાક સુધી રાખો અને પછી પેસ્ટને વાળમાંથી કાઢી નાંખો. પેસ્ટ લગાવ્યા બાદ વાળમાં શેમ્પૂ ન કરવું. બીજા દિવસે સવારે વાળ શેમ્પૂ કરી લેવા. આ પ્રયોગ નિયમિત કરવાથી વાળ ખરતાં અટકશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter