GSTV

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Last Updated on October 21, 2021 by GSTV Web Desk

દરેક માતા-પિતા તેમના બાળકોની બધી ઇચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરે છે. બાળકના અભ્યાસથી માંડીને ખાણીપીણી સુધીની બાબતોમા દરેક વસ્તુ તેને શ્રેષ્ઠ મળે તેવુ માતા-પિતા ઈચ્છે છે પરંતુ, ઘણી વખત જાણી જોઈને અથવા અજાણતા માતા-પિતા બાળકોને એવું ભોજન ખવડાવી દેતા હોય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી. આજે અમે તમને અમુક એવી વસ્તુના કોમ્બિનેશન જણાવીશું કે, જેને ક્યારેય પણ સાથે ના ખાવા જોઈએ નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે.

બર્ગર સાથે ફ્રાઈઝ :

મોટાભાગના લોકો બર્ગર સાથે ફ્રાઈઝ ખાવાનું પસંદ કરે છે. મોટાભાગના બર્ગર આઉટલેટ્સ પર બર્ગર સાથે ફ્રાઈસ પણ આપવામાં આવે છે પરંતુ, આ બે ખોરાકનું કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ કોમ્બિનેશનના નિયમિત સેવનના કારણે બ્લડસુગર અને પાચનની સમસ્યાથી પીડાઈ શકો છો.

પીઝા સાથે ઠંડા પીણાં :

જો તમે પીઝા સાથે ઠંડા પીણા પીવાના શોખીન છો તો સાવચેત રહેજો. આ બંને વસ્તુઓનું એકસાથે સેવન તમારા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. પીઝામાં કાર્બોહાઈડ્રેટ ઉપરાંત સ્ટાર્ચ અને પ્રોટીન વધારે પડતુ હોય છે, જેને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે. આ બંને વસ્તુઓ શક્ય બને ત્યાં સુધી સાથે ખાવાની ટાળવી જોઈએ.

દૂધ સાથે કેળા :

કેટલાક લોકો કેળા અને દૂધને એકસાથે ખાવાનું ખૂબ જ હેલ્ધી માને છે. જોકે, આ બંનેમાં ઘણાં પોષક તત્વો છે પરંતુ, તેમને એકસાથે ખાવા યોગ્ય નથી. જો તમે બંને એકસાથે ખાઓ છો તો તે ખૂબ જ ભારે થઈ જાય છે અને તમને ખાધા પછી ઊંઘ પણ આવે છે. તેથી, જો તમે દૂધ અને કેળા અલગ-અલગ ખાવ તો તે વધુ સારું રહેશે.

ફળ સાથે દહીં :

કેટલાક લોકો દહીં સાથે ફળ ખાવાના પણ શોખીન હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે આ કોમ્બિનેશન કેવું ખતરનાક છે કે તે તમારો જીવ પણ લઇ શકે છે. આ બન્ને વસ્તુઓ એકસાથે ખાવાથી શરીરમા અમુક ટોક્સિન્સ બને છે, જે આપણા શરીરમા અમુક જીવલેણ બીમારીઓને જન્મ આપે છે માટે શક્ય બને ત્યા સુધી આ બંને વસ્તુઓનું સેવન કરવામા એક કલાકના સમયનું અંતર રાખવુ.

માંસ સાથે બટાકા ખાવા :

ઘણા લોકો માંસ રાંધતીવખતે તેમાં બટાકા નાખે છે, જે પેટ માટે જરાપણ યોગ્ય નથી. આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી તમે પેટ સાથે સંકળાયેલ અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની શકો છો. માટે શક્ય બને ત્યાં સુધી આ વસ્તુઓનુ સેવન ટાળવુ.

અનાજ સાથે જ્યુસ પીવુ :

શહેરોમાં મોટાભાગના લોકો નાસ્તામાં જ્યૂસ પીને તેમના દિવસની શરૂઆત કરે છે જેથી, તેમનો આખો દિવસ સ્ફૂર્તિથી ભરપૂર રહે પરંતુ, જો તમે કોઈ અનાજ સાથે જ્યુસ પીવાની આદત ધરાવતા હોવ તો આજે જ દૂર કરજો કારણકે, આ આદત તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આ આદતના કારણે તમારા શરીરમા પોષકતત્વોની ઉણપ સર્જાઈ શકે છે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!