GSTV
Home » News » ભાજપના બે નેતાઅોની અાંતરિક લડાઈમાં દિવમાં પ્રવાસીઅો મઘરાત્રે રઝળ્યા

ભાજપના બે નેતાઅોની અાંતરિક લડાઈમાં દિવમાં પ્રવાસીઅો મઘરાત્રે રઝળ્યા

હમણાં ઉનાળુ વેકેશન ચાલતુ હોવાને કારણે પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ખાસ્સી ભીડ જોવા માટે જેમાં ગુજરાતનું દિવ હોટફેવરીટ છે. પરંતુ સોમવારની રાતે દસ વાગે દિવના નાગવાબીચ ઉપર આવેલી જાણીતી કોસ્ટમાર હોટલમાંથી દિવની કલેકટર ઓફિસનો સ્ટાફ પહોંચ્યો હતો અને હોટલની રૃમમાં ઉતરેલા અને રેસ્ટોરન્ટમાં જમી રહેલા પ્રવાસીઓ હોટલની બહાર હાંકી કાઢયા હતા. કલેકટર ઓફિસનો દાવો છે કે કોસ્ટમાર હોટલ પાસે ફાયર સેફટીનું એનઓસી નહીં હોવાને કારણે તેમણે આ પગલુ ભર્યુ હતું, પરંતુ સવાલ એવો છે કે રાતના દસ વાગે પ્રવાસીઓને હોટલમાંથી બહાર કાઢી મુકવાની શું ઉતાવળ થઈ હતી? દિવના સ્થાનિક ભાજપી નેતાઓનું કહેવુ છે કે દીવ-દમણના વહિવટદાર પ્રફુલ પટેલ અને હોટલના માલિક તેમજ ભાજપના દીવ-દમણના ઉપપ્રમુખ કિરીટ વાજા વચ્ચે ખટરાગ છે જેના કારણે પ્રફુલ પટેલના આદેશથી રાતના દસ વાગે મુસાફરોને હોટલની બહાર હાંકી કાઢવામાં આવતા મુસાફરોમાં બાળકો હોવા છતાં સામાન સાથે રસ્તા ઉપર આવી ગયા હતા.

ઘટના કઈક આવી રીતે બની હતી, સોમવારની રાતે દસ વાગે દિવના નાયબ કલેકટર અપૂર્વ શર્મા પોતાના સ્ટાફ સાથે હોટલ કોસ્ટમાર ઉપર આવ્યા હતા અને તેમની સાથે રહેલા સ્ટાફે તમામ રૃમમાં જઈ મુસાફરોને તત્કાલ હોટલ છોડી દેવા જણાવ્યુ હતું, આ પ્રકારના વ્યવહારને કારણે હોટલના મેનેજર અને પ્રવાસીઓને પણ આશ્ચર્ય થયુ હતું, તેથી તેમણે ડેપ્યુટી કલેકટર અપૂર્વ શર્માને પુછતાં જણાવ્યુ હતું કે તમારી હોટલ પાસે ફાયર સેફટીનું એનઓસી નથી માટે હોટલ બંધ કરાવીએ છીએ, મેનેજરે વિનંતી કરી હતી કે અત્યારે રાતે જો મુસાફરોને હોટલમાંથી કાઢી મુકવામાં આવશે તો તેઓ રસ્તે રઝળી પડશે કારણ કે હાલમાં વેકેશન ચાલતુ હોવાને કારણે તેમને બીજી હોટલમાં પણ જગ્યા મળશે નહીં. પરંતુ દિવના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર ન્હોતા.

આ બનાવની જાણ થતાં હોટલ માલિક અને ભાજપના દિવ-દમણના ઉપાધ્યાક્ષ કિરીટ વાજા પણ હોટલ ઉપર દોડી આવ્યા હતા, તેમણે પણ અધિકારીઓને વિનંતી કરી હતી કે તેમણે એનએસસી માટે અરજી કરેલી છે જે કલેકટર ઓફિસમાં હજી પડતર છે. અને જો હોટલ બંધ જ કરાવવી હોય તો સવારે કરાવે કારણ રાતે મુસાફરો હેરાન થશે, પણ અધિકારીઓ માન્યા ન્હોતા, જેના કારણે કિરીટ વાજા અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને કિરીટ વાજાએ આરોપ મુકયો હતો કે તેઓ પોતાના અધિકારનો દુરઉપયોગ કરી રહ્યા છે, જો કાયદા પ્રમાણે જ કામ કરવુ હોય તો બીજી હોટલ સામે કેમ કાર્યવાહી થતી નથી માત્ર મારી હોટલને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. આ વાત સાંભળતા ડેપ્યુટી કલેટકરનો શર્માનો ગુસ્સો ફાટયો હતો અને તેમણે પોલીસ ફોર્સ મંગાવી કિરીટ વાજા અને તેમના સ્ટાફની સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

ફાયર એનઓસીનો મુદ્દો બનાવી વાજાની હોટલ બંધ કરાવવામાં આવી

દિવના ભાજપના નેતાઓના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિવ-દમણના વહિવટદાર અને પુર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલે દિવના તમામ બાર બંધ કરાવી દીધા હતા, જેનો કિરીટ વાજાએ વિરોધ કર્યો હતો અને તેમણે એક રેલી પણ કાઢી હતી. દિવના હોટલ માલિકોનો પક્ષ લઈ તેમણે રજુઆત કરી હતી કે દિવ કેન્દ્ર શાસીતપ્રદેશ છે અને બાર હોવાને કારણે પ્રવાસીઓ વિશેષ પ્રમાણમાં આવે છે, આ મુદ્દે વાજા અને પટેલ સામ-સામે આવી ગયા હતા. આ દરમિયાન ફાયર એનઓસીનો મુદ્દો બનાવી વાજાની હોટલ બંધ કરાવવામાં આવી હતી, જો કે હોટલ બંધ કરાવી તેનો કોઈને વાંધો ન્હોતો પણ રાતના મુસાફરો પરેશાન થાય તે રીતે હોટલ બંધ કરાવી તેની સામે અન્ય હોટલ માલિકો અને દિવના ભાજપના નેતાઓએ પણ નારાજગી વ્યકત કરી છે.

NOC તો બહાનું, લડાઈ આનંદીબહેન અને અમિત શાહ જૂથ વચ્ચેની

સૂત્રો કહે છે કે આ લડાઈ આનંદીબહેન અને મોદી સમર્થિત ગુ્રપ વિરુદ્ધ અમિત શાહ જૂથની છે. પ્રફુલ્લ પટેલ આનંદીબહેન ગુ્પના છે અને તેથી મોદીના ચાર હાથ છે. જ્યારે કિરીટભાઈની ગણના અમિત શાહ જૂથમાં થાય છે. રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે ચાલતી સાઠમારી છેક નીચલા તાલુકા-જિલ્લા કક્ષાએ પહોંચી છે. પ્રફુલ પટેલે કરેલી કાર્યવાહી પાછળનો દોરીસંચાર કોનો છે તે સમજવું અઘરું નથી. બાકી એક હોટેલની ફાયરસેફટીની એનઓસી જેવી નાની બાબતમાં મધરાતે કાર્યવાહીનું કોઈ વજૂદ નથી. અર્થ સ્પષ્ટ છે કે અમિત શાહ જૂથને જે કોઈ પ્રકારે આડે હાથ લઈ શકાય તે રીતે જ વર્તવું. આવી લડાઈ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં પરાકાષ્ટાએ પહોંચશે એમાં બે મત નથી.

Related posts

અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કોંગ્રેસે કરી તૈયારી, પ્રતિનિધિ મંડળની અધ્યક્ષને રજૂઆત

Arohi

ચીફ જસ્ટીસ વિરૂદ્ધ યૌન શોષણનો મામલો: સુપ્રિમે તપાસનાં આદેશ આપ્યા, નિવૃત જજ એકે પટનાયક કરશે તપાસ

Riyaz Parmar

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan