ગુજરાતના આ મેળામાં લોકો મોજ કરવા માટે નહીં, પરંતુ સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવે છે

ગુજરાતમાં અનેક જગ્યાએ વિવિધ મેળાઓ યોજાતા હોય છે. અને તમામ મેળાની એક અનોખી સંસ્કૃતી અને ઈતિહાસ હોય છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અનોખો મેળો યોજાય છે. અને આ મેળામાં લોકો મેળો માણવા નહિ પણ સ્વજનોને મોક્ષ મળે તે માટે અસ્થિ વિસર્જન કરે છે.

લોકોનું કિડીયારુ જોઈને તમને એમ લાગતુ હશે કે અહિ લોકો મેળાની મોજ માણતા હશે. પણ આ મેળો અનોખો છે. અહી લોકો મોજ માણવા નહી પણ પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવે છે. ખેડબ્રહ્માના અંતિમ ધામમાં પંડિતો પૂજા અર્ચના કરીને વિધી પૂર્વક અસ્થિઓ વિસર્જન કરે છે. પરિજનો વહેલી સવારથી તમામ સીધુ, શાકભાજી, લોટ અને જમવાનુ લઈને અહિ આવે છે. અને પુજા બાદ તમામ લોકો સમુહ ભોજન માણે છે.

અહી હરણાવ ભીમાક્ષી અને કૌસુંબી એમ ત્રણ નદીઓનો સંગમ થાય છે.ત્યારે લોકવાયકા પ્રમાણે અહિ ભગવાન ભુગુઋષીએ તપ કરીને ગંગા મૈયાને પ્રાગટ્ય કર્યા હતા.
કહેવાય છે કે રાજસ્થાનના પુસ્કરમાં અસ્થિ પધરાયાનું જે પુણ્ય મળે છે. તે પુણ્ય અહિ અસ્થિ વિસર્જન બાદ મળે છે.. અને સ્વજનોને પણ મોક્ષ મળે છે તેવુ લોકોનુ માનવુ છે. અહિના મેળામાં પ્રાચિન સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter