GSTV
Home » News » એક એવા પિતા જે શોધવા નીકળ્યા છે દિકરા માટે ગર્લફ્રેન્ડ?

એક એવા પિતા જે શોધવા નીકળ્યા છે દિકરા માટે ગર્લફ્રેન્ડ?

ઇઝરાયલના એક પિતા ચીનની રાજધાની બીજિંગના રસ્તાઓ પર ફરી રહ્યા છે. સામાન્ય પણે માતાપિતા પુત્ર માટે છોકરી પસંદ કરતા હોય છે. પરંતુ અહીં આ પિતા પોતાના દિકરાના પ્રેમને અરેન્જ મેરેજમાં બદલા નીક્ળ્યા છે.

મુળ આ મામલો ઇઝરાયલની એક વ્યક્તિનો છે. આ વ્યક્તિ ઇઝરાયલમાં રહે છે પરંતુ કેટલાઇ વર્ષોથી ચીનની એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરી કરે છે. વર્ષોથી અહીં કામ કરતા આ વ્યક્તિને ચીન એટલું ગમી ગયું કે હવે આ વ્યક્તિની ઇચ્છા છે કે તેમની વહું પણ આ જ દેશની હોય. આથી જ આ વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી પોતાના પુત્ર માટે ગર્લફેન્ડ શોધી રહ્યો છે જે ભવિષ્માં તેમની વહુ બને.

એક ન્યુઝમાં આવેલા અહેવાલ મુજબ આ પિતા પોતાની છાતી પર એક બોર્ડ લગાવીને ફરી રહ્યો છે જેમાં પોતાના દિકરાના સારા ગુણોની વાત કરવામાં આવી છે. જો કે રિપોર્ટમાં ન તો આ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથીં કે દિકરાનું નામ જાહેર કરવામાં આવ્યું.

આ વ્યક્તિના દિકરાની ઉંમર 23 વર્ષ છે અને તેને ચીનની પેકિંગ યૂનિવર્સીટીમાં અભ્યાસ કર્યો છે. તે બીજિંગમાં નોકરી કરી રહ્યા છે. હવે વિચારો કે તમારા પિતા પણ આવું જ કંઇ ક્રાંતિકારી કરવા નીકળી પડ્યા તો, તમારું શું થશે !

Related posts

આ વ્યક્તિઓ શરીરના દરેક હિસ્સા પર લખાવે છે રામનું નામ પણ ક્યારે નથી કરતા પૂજા, આ છે ઇતિહાસ

Nilesh Jethva

એરપોર્ટ પર મહિલાએ કરી એવી વિચિત્ર હરકત કે કર્મચારીઓને આવી શરમ

Dharika Jansari

આને કહેવાય ચમત્કાર જન્મ સમયે મૃત જાહેર થયેલું બાળક, 30 વર્ષ પછી મળ્યું માને જીવિત

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!