GSTV
Home » News » બનાસકાંઠા જિલ્લાના આ ખેડૂતે એવું તે શું કર્યું કે જાંબલી ટામેટામાં મબલખ આવક લઈ લીધી

બનાસકાંઠા જિલ્લાના આ ખેડૂતે એવું તે શું કર્યું કે જાંબલી ટામેટામાં મબલખ આવક લઈ લીધી

ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો સુકકો ભઠ્ઠ જિલ્લો માનવમાં આવે છે. અને હંમેશા પાણીની કીલ્લતનો સામનો કરતો હોય છે. પરંતુ પાણીની મુશ્કેલી સહન કરી રહેલા આ જીલ્લામાં એવા પણ ખેડૂતો છે કે જે કુદરત દ્વારા આપવામાં આવેલી આ મુશ્કેલીઓને પડકારીને સફળતા મેળવી રહ્યા છે. આવા જ એક ખેડૂત ડીસા તાલુકાનાં ચંદાજી ગોલિયામાં આવેલા છે.

ડીસા તાલુકામાં આવેલા ચંદાજી ગોલીયા ગામના ખેતાજી સોલંકી. માત્ર ચાર ચોપડી ભણેલા ખેતાજીનો અભ્યાસ ભલે ખૂબ જ ઓછો રહ્યો હોય. પરંતુ ખેતાજી સોલંકી ભણેલા ઓછું અને ગણેલા વધુ છે. કૃષિ ક્ષેત્રમાં નવા આયામ સર કરનાર ખેતાજી સોલંકી ગુજરાતનાં એક પ્રગતિશીલ ખેડૂત ગણવા રહ્યા. કારણ કે દર વખતે ખેતીમાં નવા નવા પ્રયોગો કરવા માટે જાણીતા ખેતાજી સોલંકી આ વખતે તેમના ખેતરમાં વાવ્યા છે કાળા ટામેટાં.

આમ તો ટામેટાંનો રંગ લાલ હોય છે. પરંતુ ખેતાજી સોલંકીએ સાંભળ્યું હતું કે કાળા ટામેટાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા. બસ પછી તો આ પ્રગતિશીલખેડૂતે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું. ટામેટાંના આરોગ્યપ્રદ ગુણધર્મો જાણ્યા પછી આ ખેતી હું મારા ખેતરમાં કેમ ના કરી શકું. સતત નવું કરવા ઉત્સાહી એવા ખેતાજીએ વિદેશોના માર્કેટમાં વેચાતા ટામેટાંનો અખતરો કરવાનું નક્કી કર્યું. તેઓ બટાટાંની વિદેશમાં નિકાસ કરતા હોય ઓળખીતા વેપારી મિત્ર પાસે ટામેટાંનું બિયારણ મંગાવ્યું. ગુજરાતમાં આ પહેલા ઘણા લોકો કાળા ટામેટાંના વાવેતરનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હતા. પરંતુ ખેતાજી સોલંકીએ કાળા ટામેટાંના વાવેતર માટે ઇન્ટરનેટ પરથી સંપૂર્ણ માહિતી મેળવીને આ ટામેટાંનું પોતાના ખેતરમાં વાવેતર કર્યું. અને આજે તેમના ખેતરમાં કાળા ટામેટાંથી લબાલબ થઈ ગયા છે.

ભારતમાં લાલ ટામેટાંનું જ વાવેતર થાય છે. ટામેટાં કાચા હોય ત્યારે લીલા દેખાય. આ કાચા લીલા અને લાલ એમ બે રંગમાં જ ટામેટાંને મોટે ભાગે બધા ઓળખે છે. પરંતુ કાળા ટામેટાં ગુજરાત ખેડૂતોએ નજરે જોયા નથી ત્યાં આ ખેડૂતે તો પોતાના ખેતરમાં પ્રથમ પ્રયાસે જ સફળ થયા છે. પાંચ ગુંઠા જમીનમાં ડેઈઝી ફૂલ, પર્પલ કોબીજની સાથે કાળા ટામેટાંનું વાવેતર કર્યું છે. જેમાં ડેઈઝી ફૂલમાં ફક્ત 1,500 રૃપિયા ખર્ચમાં 3 મહિનામાં 1. 45 લાખ રૃપિયાની આવક લીધી છે. કાળા ટામેટાંને ઓર્ગેનિક મેન્યોર વધુ આપવા પડે છે. તેઓ દર વર્ષે છાણિયું ખાતર જમીનમાં ભરી વાવેતર કરે છે. તમામ ખેતી સોલાર સહિત ડ્રિપ ઈરિગેશનથી જ કરતા હોય કોઈ જાતનું લાઈટ ખર્ચ પણ રહેતું નથી. તેઓ પાણીનો બગાડ ન થાય તે રીતે જ ડ્રિપમાં કાળા ટામેટાં લગાવ્યા છે. હાલમાં છોડ પણ ટામેટાંથી ભરાઈ ગયા છે. ઘણાં ખેડૂતો ખેતરની મુલાકાત લઈ ટામેટાં માગી રહ્યા છે. ઘણાં ખેડૂતો 1 કિલોના 200 રૃપિયાથી વધ ભાવ ચૂકવવા પણ તૈયાર છે. તેમના મતે એક છોડમાંથી 20 કિલોથી વધુનું ઉત્પાદન રહેશે. આ ટામેટાંની આયુર્વેદિક મહત્તા હોઈ વૈદ્ય લોકો પણ તેની માગ કરી રહ્યા છે.

આમ તો દરેક ખેડૂતને કાળા ટામેટાની ખેતીમાં સફળતા નથી મળતી. ટામેટાંની ખેતીમાં ફળદ્રુપ જમીન મહત્ત્વની છે. ત્યારે ખેતાજી સોલંકીએ જ્વલ્લેજ સફળતા મળે ત્યાં પગ મુક્યો છે. ખેતાજીના આ પ્રયાસથી બનાસકાંઠા જિલ્લાના નાનકડા એવા ચંદાજી ગોળીયાના ખેતરમાં પણ હવે કાળા ટામેટા ઉપલબ્ધ બની ગયા છે. આ વર્ષે તેઓ ટામેટાંનું બીજ બનાવી આવતા વર્ષે વધારે પ્રમાણમાં વાવેતર કરવા પ્લાનિંગ કરી રહ્યા છે.. ખેતાજી ખેતીમાં સતત કંઈક નવું કરવા તેમના વિસ્તારમાં પ્રખ્યાત છે. ગત વર્ષે શક્કરટેટીમાં 1.50 લાખ રૃપિયાના ખર્ચ સામે 20 લાખ રૃપિયાથી વધુનું ઉત્પાદન લીધું હતું.

READ ALSO

Related posts

ટ્રેનમાં ચાની ચૂસકી અને નાસ્તો હવે ખિસ્સાં ખંખરશે, મુસાફરોને ચૂકવવા પડશે ડબલ રૂપિયા

Nilesh Jethva

3 ઈંડાના 1672 રૂપિયા બિલ સામે અમદાવાદની હોટલના મેનેજરે કર્યો આ ખુલાસો, એ માત્ર 3 ઈંડા નથી પણ…

Bansari

વાહ રે ગુજરાતનો સરવે, મોરબીમાં સરવે માટે માત્ર 3 કર્મચારી ફળવાયા, આમાં ક્યાંથી મળશે ખેડૂતને સરકારી રાહત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!