GSTV

PSL 2018 : આ ફેન ઇચ્છે છે પાકિસ્તાનની ટી-20 લીગમાં રમે વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગના ફક્ત ભારતમાં જ નહી દુનિયાભરમાં લાખો ચાહકો છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં તેમના લાખો ચાહકો છે. સાઉથ આફ્રિકામા પ્રવાસમાં ધમાકેદાર બેટિંગ કરનારા વિરાટ પ્રત્યેની આ ચાહત પાકિસ્તાન સુપર લીગ દરમિયાન પણ જોવા મળીય ટૂર્નામેન્ટ અંતર્ગત ઇસ્લામાબાદ યૂનાઇટેડ અને ક્વેટા ગ્લેડિએટર્સના મેચ દરમિયાન દર્શકો વચ્ચે એક વિરાટનો ફેન પણ જોવા મળ્યો. આ ફેને પોતાના હાથમાં એક પોસ્ટર રાખ્યું હતું જેમાં લખ્યું હતું કે ‘અને વિરાટ કોહલીને PSLમાં જોવા ઇચ્છીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી દુનિયાના એકમાત્ર એવા બેચ્સમેન છે જે ટેસ્ટ, ટી-20 અને વન ડે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુની સરેરાશ ધરાવે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે વન ડે અને ટી20 સિરિઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. પહેલી વખત ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર બે સિરિઝમાં વિજય મેળવ્યો છે.

પીસીબીએ ઇન્ડિયન પ્રિમિટર લીગની જેમ પીએસએલને સફળ બનાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા છે પરંતુ ખાલી પડેલા સ્ટેડિયમને જોઇને આયોજકોના ચહેરાનો રંગ ઉડી ગયો છે. દુનિયાના મોટભાગના ટોચના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટથી અંતર જાળવી રાખ્યુ છે.

Related posts

પ્રકૃતિ પ્રત્યે અનહદ પ્રેમ/ હરિયાળી પ્રત્યે આ ભાઈને એટલો લગાવ થયો છે કે ઘરમાં જ જંગલ ઉભૂં કરી દીધું !

Pravin Makwana

મનમાની : આખા ગામનું દૂધ હલકી કક્ષાનું છે એમ કહી મંત્રીએ ડેરીને તાળું મારી દીધુ

Nilesh Jethva

મોટેભાગે પુરુષો કરે છે કોન્ડોમ સાથે જોડાયેલી આ પાંચ ભૂલો, શું તમે પણ….

Karan
Do NOT follow this link or you will be banned from the site!