GSTV

ઓનલાઈન ફ્રોડ વિરુદ્ધ Paytmની લાલ આંખ, યુઝર્સ માટે લોન્ચ કર્યું આ ખાસ ફીચર્સ

છેલ્લા કેટલાક સમયથી Paytam તરફથી ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હાલમાં જ પેટીએમના પેમેન્ટ બેન્ક (PPB)ના ગૃહ મંત્રાલય, ટ્રાઈ અને સીઆઆરટી-ઈન એજન્સીને 3500 ફોન નંબરની યાદી આપી છે.

ઉલ્લેખનીય છે કે, આ ફોન નંબર થકી ગ્રાકોને ભોળવીને ફસાવવા માટે ફોન કરવામાં આવે છે. હવે પેટીએમ પેમેન્ટ બેન્કે એક ખાસ ફીચર્સને લોન્ચ કર્યું છે. આ ફીચર્સ યૂઝર્સને એવી શંકાસ્પદ એપ્લીકેશનથી સાવધાન કરશે જેમાં ફ્રોડ થવાનીં સંભવનાઓ રહેલી છે.

કંપની તરફથી જાહેર કરેલ એક નિવેદનમાં જમાવ્યું હતું કે, આ સિક્યોરિટી ફીચર યૂઝરના ડિવાઈઝ પર હાજર એપને સ્કેન કરશે. જો કોઈ એપ એવી મળે છે કે, જેમાં યુઝરનું બેન્ક એકાઉન્ટ ખતરમાં છે તો, તે એક સિક્યોરિટી એલર્ટ આપશે. એલર્ટનો મતલબ છે કે, તમે આ એપને અનઈન્સ્ટોલ કરી લો. જે તમે આવું નહી કરો તો, પેમેન્ટ બેન્કમાંથી કોઈ ટ્રાન્જેક્શન નહી થઈ શકે.

ટ્રાન્જેક્શન પર હાજર રહેલ ખતરો લેવલના આધઆર પર AI અથવા ટ્રાન્જેક્શનને ધીમું કરી દેશે અને પેમેન્ટ પૂર્ણ થયા પહેલા બ્લોક કરી દેશે. હાલમાં જ પેટીએમ પેમેન્ટ બેન્કના ગૃહ મંત્રાલય, ટ્રાઈ અને સીઆરટી-ઈનને 3500 ફોન નંબરની યાદી આપી છે. સાથે જ પેટીએમ પેમેન્ટ બેન્કને ફ્રોડને રોકવા માટે આ લોકો વિરુદ્ધ સાઈબર સેલમાં પણ ફરીયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાઈ ટૅલિકોમ કંપનીઓને રેગ્યુલેટ કરનાર સંસ્થા છે અને સીઈઆરટી-ઈન કોમ્પ્યુટર સુરક્ષા સંબંધી કેસમાં કાર્યવાહી કરનાર એજન્સી છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ કનેક્શનઃ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારીને આજે કોર્ટમાં કરાશે રજૂ, સામે આવશે નવા ખુલાસા

Mansi Patel

સમુદ્રમાં ચીનને સ્પષ્ટ સંદેશ / ઓસ્ટ્રેલીયા રશિયા બાદ જાપાનની સાથે ભારત સાથે જોડાયો, કર્યો યુદ્ધાભ્યાસ

Mansi Patel

બેભાન કરીને પતિના ગુપ્તાંગ પર પત્ની નાખતી રહી ટોઈલેટ ક્લિનર, એક દિવસ પ્રેમી સાથે કરી રહી હતી આવુ કામ અને….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!