GSTV
Home » News » વાયુ વાવાઝોડાને પગલે દ્વારકા અને સોમનાથ મંદિરમાં પ્રથમવાર બદલાયો આ ઘટનાક્રમ

વાયુ વાવાઝોડાને પગલે દ્વારકા અને સોમનાથ મંદિરમાં પ્રથમવાર બદલાયો આ ઘટનાક્રમ

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે વાવાઝોડાનું સંકટ ટાળવા માટે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. એકસાથે બે ધજા ચડાવવાનો આ પ્રથમ પ્રસંગ છે. વાવાઝોડુ શાંત થઈ જાય અને વિનાશ ન વેરે તેવી પ્રાર્થના સાથે એકસાથે બે ધજા ચડાવવામાં આવી.. આમ તો ભગવાન દ્વારિકાધીશને 56 ગજની ધજા ચડતી હોય છે. ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. જગત મંદિરમાં ધજા પૂજનનું પણ અનોખું મહત્વ છે. દ્વારકાધીશના મંદિર પર ફરતી ધજાને અનેક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે.

આ ધજા નાની નહીં પરંતુ 52 ગજની હોય છે. મોટી ધજા પાછળ પણ રોચક કથા છે. દ્વારકાનગરમાં 56 યાદવોએ શાસન કર્યુ હતું. દરેક રાજાને પોતાનો મહેલ હતો અને તેના પર પોતાની નિશાનીરૂપે ધજા હતી. જોકે તેમાંના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરૂદ્ધ અને પ્રદ્યુમન આ ચાર ભગવાન હોવાથી તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 52 યાદવોના પ્રતીક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. મંદિર પર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે. જેનો અર્થ એવો કરવામાં આવે છે કે, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે.

જો કે સૂર્ય અને ચંદ્ર બંને કૃષ્ણના પ્રતીક છે. અહીં મંદિરમાં દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. સવારે, બપોર અને સાંજે એમ ત્રણ વખત ધજા અબોટી બ્રાહ્મણ દ્વારા બદલવામા આવે છે. દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે. જો કે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો રંગ મેઘ સમાન હોવાથી ધજા મેઘધનુષ્ય સમાન સપ્તરંગી હોય છે. પવન ગમે તે દિશામાં હોય, પરંતુ ધજા હમેશાં પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે.

  • ર૬ જિલ્લામાં થશે વરસાદની અસર
  • દસ લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર
  • પપપ૦ સગર્ભાઓને સલામત સ્થળે ખસેડાઈ
  • વાવાઝોડું વેરાવળથી ૧૧૦ કિમી સાઉથવેસ્ટ દૂર
  • વાવાઝોડુ પોરબંદરથી ૧પ૦ કિમી દૂર
  • વાયુ વાવાઝોડુ નોર્થ વેસ્ટ તરફ વધી રહ્યું છે આગળ
  • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
  • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક
  • વાયુ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિમીનો
  • સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ૧૦ ઈંચથી વધુ પડશે વરસાદ
  • વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે હજુ ભયજનક
  • લોકોને હજુ આશ્રયસ્થાનમાં રહેવાની તંત્રની સૂચના
  • હજુ વાવાઝોડાનું એલર્ટ યથાવત: પંકજકુમાર
  • લોકોને સાવધાન રહેવાની તંત્રની સ્પષ્ટ સૂચના
  • આગામી ૪૮ કલાક હજુ એલર્ટની સ્થિતિ
  • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
  • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક

READ ALSO

Related posts

ગુજરાત માથેથી ટળ્યું સંકટ પણ વાયુની અસરે ન રાખી કોઈ કસર, હવે પડશે ફટકો

Mayur

દરિયો તોફાની, ગુજરાતના આ જિલ્લામાં 83 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન

Mayur

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને બસ સેવા ખોરવાઈ, બસની 2,174 ટ્રીપ રદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!