GSTV

કુતરાની નાક પર ઉગી પૂંછડી, X-Ray જોઈને ડોક્ટરો પણ રહી ગયા દંગ

અમેરિકાનાં મિસોરીમાં એક એવું કુતરાનું ગલુડિયું મળ્યુ છે, જેના નાક પર પૂંછડી ઉગી છે. આ મિસોરીના રસ્તાઓ ઉપર દેખાયુ અને તેને બચાવ અભિયાન દળે ત્યાંથી ઉઠાવી લીધુ હતુ.

વેબસાઈટ ડેલી મેલનાં એક રિપોર્ટ મુજબ, મિસોરી સ્થિત એક બચાવ અભિયાન દળ જે કુતરાઓની મદદ માટે ઓળખાય છે, તેણે રસ્તા પરથી આ કુતરાને રેસ્ક્યૂ કર્યુ હતુ અને તેને નરવાલ નામ આપ્યુ છે.

આ ગલુડિયું દસ મહિનાનું કહેવાઈ રહ્યુ છે. જે મિશને આ ગલુડિયાને રેસક્યૂ કર્યુ છે તેનાં સંસ્થાપક રોશેલ સ્ટીફને જણાવ્યુ કે આ ખરેખર જાદુઈ ચીજ છે. જેને તમે ક્યારેય જોઈ નહી હોય. તેમણે કહ્યુકે, અમે તેને મેળવીને ઘણા ખુશ છીએ.

રિપોર્ટ મુજબ, તેના વિશે સૂચના મળતા જ લોકો નરવાલ નામના ગલુડિયાને જોવા માટે પહોંચી રહ્યા છે અને તેની સાથે રમી રહ્યા છે. લોકો અને બાળકો તે ઘણું પસંદ આવી રહ્યુ છે. અને તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

રોશેલે જોવા માટે ગલુડિયાનું પશુ હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યો હતોકે, તે પુંછડીમાં હાડકું તો નથીને કે જે આગળ જઈને મુશ્કેલી ઉભી કરી શકે તો એક્સ-રે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. જ્યારે પૂંછડીમાં કોઈ હાડકું નથી.

READ ALSO

Related posts

Lockdownમાં સાસુ-સસરા સાથે બોર્ડગેમ રમી રહ્યો છે વિરાટ કોહલી, પોસ્ટ શેર કરી અનુષ્કાએ કહી આ વાત

Arohi

સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી સૂચનો આપ્યા, જો અમલ થશે તો કરોડો રૂપિયાની થશે બચત

Pravin Makwana

મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ બાદ હવે ઉજ્જૈનમાં પણ મેડીકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક, ના આપી વિગતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!