GSTV
Gujarat Government Advertisement

આ વખતે દિવાળી બની જશે એકદમ ખાસ, નહિ જોવા મળે એકપણ ચાઈનીઝ પ્રોડક્ટ

Last Updated on October 31, 2020 by pratik shah

ભારત અને ચીન વચ્ચે વિવાદ, બોયકોટ ચાઈના, વોકલ-ફોર-લોકલ અભિયાન હેઠળ આ દિવાળીમાં ચીનની બનાવટ જોવા મળશે નહીં. આ વર્ષે દિવાળી સંપૂર્ણ ભારતીય બનવાની તૈયારીમાં છે. આ માટે ફોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ દિવાળીમાં ચીનને ઝટકો આપવાની તૈયારી ફોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના આહવાન સાથેના આ અભિયાનને દેશના ખૂણે ખૂણે સુધી લઇ જવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ પૂરી કરી લીધી છે.

દિવાળી

દિવાળી પર ચીનને લાગશે 40 હજાર કરોડનો ફટકો

આ અભિયાન હેઠળ દેશના વેપારી વર્ગ ચીનને આ વર્ષે દિવાળી ફેસ્ટિવલ સીઝન પર લગભગ 40 હજાર કરોડ રૂપિયા કરોડનો એક મોટો ઝટકો આપવાની પૂરી તૈયારી કરી રહ્યા છે. કૈટના આ અભિયાનને દેશભરથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. માટે વેપારીઓએ ચીની સામાનને ન વેચવાનો સંકલ્પ લીધો છે. આ વર્ષની દિવાળીને સંપૂર્ણ રીતે ભારતીય બનાવવાની તૈયારી છે. દીવાથી લઇ લાઇટ્સ સુધી બધુ ભારતીય થવાનું છે.

ભારતમાં દિવાળી પર લગભગ રૂ.70 હજાર કરોડનો વેપાર

દર વર્ષે ભારતમાં દિવાળીની સીઝન પર લગભગ 70 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયા છે. જેમાં સોના, ચાંદી, ઓટોમોબાઈલ જેવા મોંઘા રિટેલ વેપાર પણ સામેલ છે. આ 70 હજાર કરોડના વેપારમાં લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો સામાન પાછલા વર્ષોમાં ચીનથી આયાત થયો છે, તેમ કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલે જણાવ્યું હતું. લોકલ પર વોકલ અને આત્મનિર્ભર ભારતને જમીની સ્તરે સફળ બનાવવા ભારતીય સામાનોના સંગ્રહ કરી રહ્યા છે.

CAITએ કરી દિવાળીને ભારતીય બનાવવાની ભરપૂર તૈયારી

ફોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે આ દિવાળીને સંપૂર્ણપણે ભારતીય બનાવવાની ભરપૂર તૈયારી કરી લીધી છે. ખંડેલવાલે જણાવ્યું કે, કેટે ચીનના સામાનોના વિકલ્પના રૂપમાં જ્યાં દેશભરમાં લઘુ ઉદ્યોગોની જાણકારી કરતા તેમને વધારે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તો બીજી તરફ દેશના પ્રત્યેક શહેરમાં કારીગરો, શિલ્પકારો અને એવા લોકોની પાસે કળા કૌશલ છે. પણ સાધન નથી કે તેમને પણ પ્રોત્સાહિત કર્યા છે. કેટ આ અભિયાનને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતને વાસ્તવિક રીતે દેખાડશે. જેના દ્વારા ચીનને રૂ.40 હજાર કરોડના વેપારનો ઝટકો આપીને પાઠ ભણાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!