GSTV
Home » News » ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

અમેરિકામાં ટ્રમ્પનું વહીવટી તંત્ર ભારતીયોને એચ-વનબી વિઝા આપવાની મર્યાદા 10 ટકાથી 15 ટકા કરવાનું વિચારી  રહી છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને વિઝા આપે છે. જેમા સૌથી વધારે ભારતીય નાગરિકો વિઝા માટે અરજી કરે છે. એક અંદાજે 70 ટકા ભારતીયો અમેરિકા જવા એચ-વનબી વિઝાની અરજી કરે છે. ત્યારે અમેરિકાના વિદેશ મંત્રાલયે એચ-વનબી વિઝાની લિમિટ નક્કી કરવા રિપોર્ટ માગ્યો છે.

મળતી માહિતી પ્રમાણે એમેરિકા એવા દેશોને એચ-વનબી વિઝા આપવાની મર્યાદા નક્કી કરવા માગે છે જે વિદેશી કંપની સ્થાનિક સ્તર પર ડેટા સ્ટોક કરવા માટે મજબૂર કરે  છે.  ગત વર્ષે આરબીઆઈએ ડેટા લોકલાઈઝેશન પોલીસી લાગૂ કરી હતી. આ પોલીસી હેઠળ વિઝા, માસ્ટર કાર્ડજેવી વિદેશી કંપનીઓને ટ્રાન્જેક્શનના ડેટા વિદેશી સર્વરના બદલે ભારતના સર્વરમાં સ્ટોર કરવાના હોય છે. જેથી આરબીઆઈના આ નિયમથી અમેરિકાની સરકાર નારાજ છે. 

અમેરિકા વિઝાની મર્યાદા નક્કી કરશે તો 10 લાખ કરોડ રૂપિયાનુ નુકસાન આઈટી ઈન્ડસ્ટ્રીઝને જવાનુ છે. મહત્વપૂર્ણ  છે કે, એચ-વનબી વિઝા હેઠળ ત્રણ વર્ષ સુધી વિઝા પરમિટ આપવામાં આવે છે. બાદમાં તેની સમય મર્યાદામાં છ વર્ષનો વધારો કરી શકાય છે.    આ વિઝાનો સૌથી વધારે ઉપયોગ ભારતીય નાગરિક કરી રહ્યા છે.

READ ALSO

Related posts

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરની મીટિંગ

pratik shah

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!