ભારતીય સેનામાં નવા-નવા આધુનિક સાધનોનો સમાવેશ કરીને ભારતની શક્તિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ જ યોજના હેઠળ હવે દેશમાં બનેલી અદ્યતન શારંગ તોપ પણ આ વર્ષના અંત સુધીમાં ભારતીય સેનામાં સામેલ થઈ જશે. દેશમાં બનેલી 39 કિલોમીટર સુધીની માર કરવાની ક્ષમતા ધરાવતી 18 અદ્યતન શારંગ તોપનો પહેલો જથ્થો આ વર્ષના અંત સુધીમાં ભારતીય સેનામાં સામેલ થઈ જશે.

શારંગ તોપના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર બ્રિગેડિયર જયંતકરે જણાવ્યું હતું કે, “દેશમાં 18 અદ્યતન શારંગ તોપનો પહેલો જથ્થો 31 માર્ચ પહેલા ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. ” તેમણે જણાવ્યું કે, આ તોપનું વિવિધ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેનું શૂન્ય ડિગ્રી તાપમાનથી 45 ડિગ્રી તાપમાન સુધી હવામાનની સ્થિતિમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.


તેમણે કહ્યું કે, દેશમાં બનેલી તોપ 39 કિ.મી.ની રેન્જ ધરાવે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પીઓકે પર કબજો જમાવવામાં આ તોપો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. હાલ આ કક્ષાની તોપો પાકિસ્તાન પાસે છે જ નહીં. માટે પાકિસ્તાને ભારતનો સામનો કરવો લગભગ અશક્ય બનશે.

આ ઉપરાંત તોપની બેરલ ગનને 133 મીમીથી 155 મીમી સુધી અપગ્રેડ કરવામાં આવી છે અને તેની મારક ક્ષમતામાં અગાઉ કરતા 12 કિ.મી.નો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જબલપુર જિલ્લામાં આવેલી એક દાયકા જૂની ગન કેરેજ ફેક્ટરી (GCF)એ શારંગ તોપને અપગ્રેડ કરવા વૈશ્વિક કરાર હાંસલ કર્યો હતો.

એમ-46ના ગોળામાં 3.4 કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે શારંગના ગોળામાં 8 કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવે છે. શારંગના અપગ્રેડ પ્રોગ્રામમાં ઓર્ડનન્સ ફેક્ટરીઝ, ડીઆરડીઓ અને ભારતીય સૈન્યની ટીમો શામેલ છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો