GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

શિયાળા પછી ઉનાળો નહીં હવે સીધું ચોમાસું, આ તારીખે ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

આમ તો રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઈ લીધી છે. આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ માર્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. પાંચ માર્ચે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સિવાય બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે રવી પાકને નુકસાન થવાની ભીતિ પણ છે.

શિયાળાની સત્તાવાર વિદાય જાહેર છતાં ચોમાસુ કમોસમી અમી છાંટણા કરશે

આ વર્ષે રાજ્યમાં શિયાળાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. રાજ્યમાં શિયાળાની વિદાયની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં તાપમાનનો પોરો ઉચો જશે. જેથી લઘુત્તમ તાપમાન ૩૪થી ૩૫ ડિગ્રી થઈ શકે છે. જ્યારે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને એપ્રિલ અને મે માસમાં હિટવેવની અસર જોવા મળશે. આ વચ્ચે હવામાન વિભાગ દ્રારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે.

સાપુતારામાં અત્યારથી જ માહોલ બદલ્યો

ડાંગના ગિરિમથક સાપુતારાના હવામાનમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ સાપુતારામાં જોવા મળી રહ્યો છે. ઠંડા પવનના કારણે વહેલી સવારથી સાપુતારા ઠંડુગાર બન્યુ. ત્યારે અહલાદક વાતાવરણના કારણે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેટલો કમોસમી વરસાદ ?

મહત્વનું છે કે શિયાળામાં જોઈએ એવી જમાવટ નહોતી જોવા મળી. ફુલ ગુલાબી ઠંડીની અપેક્ષા રાખનારા લોકો માટે શિયાળો હળવો ફૂલ બની ગયો હતો. તેની સામે શિયાળામાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપરથી ચોમાસાની પણ મોડી વિદાય થઈ હતી. ત્યારે હવે 2020માં ઉનાળાનો આકરો તાપ કેવો પડે છે તે જોવાનું રહેશે. બીજી તરફ હવે પાંચમી માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં કેવો પલ્ટો રહે છે તેના પર પણ ખેડૂતો ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે જગતના તાતથી કમોસમી વરસાદ હવે વધારે સહન નહીં થાય.

READ ALSO

Related posts

બુધવારે રાજ્યની કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળશે, આ બે મુદ્દા પર રહેશે સૌની નજર

Nilesh Jethva

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!