GSTV

ખતરાની ઘંટી/ એક જ સેકેન્ડમાં તમારુ બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલીખમ, એન્ડ્રોઇડ યુઝર્સનો ડેટા ચોરી રહ્યો છે આ ખતરનાક વાયરસ

એન્ડ્રોઇડ

Last Updated on September 23, 2021 by Bansari

ફરી એકવાર એન્ડ્રોઇડ યુઝર્સ પર વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. CERT-INની સલાહ અનુસાર Drinik માલવેર ભારતીય બેંકિંગ યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યો છે. આ ઇનકમ ટેક્સ રિફંડ તરીકે ફેલાઇ રહ્યો છે. આ એક બ્રેકિંગ ટ્રોજન છે જે સ્ક્રીનને ફિશિંગ કરવામાં સક્ષમ છે અને યુઝર્સની સંવેદનશીલતા બેંકિંગ ડિટેલ્સ રજીસ્ટર કરવા માટે રાજી કરે છે.

એન્ડ્રોઇડ ફોન પર નવો માલવેર કેવી રીતે થાય છે ઇન્સ્ટોલ

Drinik કેવી રીતે કામ કરે છે તેના પર CERT-In એ કહ્યું કે વિક્ટિમને એક ફિશિંગ વેબસાઇટ (આવકવેરા વિભાગ, ભારત સરકારની વેબસાઇટ સમાન)ની લિંક સાથે એક એસએમએસ પ્રાપ્ત થાય છે. અહીં તેને પ્રાઇવેટ ડિટેલ્સ રજીસ્ટર કરવાની હોય છે અને એક APK ફાઇલને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે. આ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરવા માટે હોય છે. આ માલવેરથી પ્રભાવિત એન્ડ્રોઇડ એપ આવકવેરા વિભાગ એપની જેમ દેખાય છે.

એપ્સ

Android ફોનમાં જ્યારે માલવેર ઇન્સ્ટોલ થઇ જાય પછી શું કરે છે

જ્યારે માલવેર ઇન્સ્ટોલ થઇ જાય છે તો આ એપ યુઝર્સને એસએમએસ, કૉલ લોગ, કોન્ટેક્ટ વગેરે જેવી જરૂરી પરમીશન્સ આપવા માટે કહે છે. જો યુઝર વેબસાઇટ પર કોઇ જાણકારી રજીસ્ટર ન કરે તો ફોર્મ સાથે એક જ સ્ક્રીન એન્ડ્રોઇડ એપમાં જોવા મળે છે. યુઝર્સને તેને ફિલ કરવા માટે કહેવામાં આવે છે.

Drinik દ્વારા ચોરવામાં આવે છે ડેટા

Drinik દ્વારા યુઝરનું આખુ નામ, પેન, આધાર નંબર, સરનામુ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ અને ફાઇનાન્શિયલ ડિટેલ્સ જેવી કે બેન્ક એકાઉન્ટ IFSC કોડ, CIF નંબર, ડેબિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV અને પિન જેવી જાણકારીઓ ચોરવામાં આવે છે.

એન્ડ્રોઇડ

માલવેર દ્વારા પ્રાઇવેટ ડિટેલ્સ ચોરવામાં આવે છે

જ્યારે યુઝર્સ પોતાની પ્રાઇવેટ ડિટેલ્સ રજીસ્ટર કરી લે છે તો એપ તેમને જણાવે છે કે તેમની ઇનકમ ટેક્સ અમાઉન્ટ રિફંડ આવશે જે તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની વાત કહેવામાં આવે છે. જ્યારે યુઝર્સ રકમ નાંખે છે અને ટ્રાન્સફર પર ક્લિક કરે છે તો એપ્લિકેશન એક એરર બતાવે છે. તે બાદ તે એક ફેક અપડેટ સ્ક્રીન બતાવે છે. આ અપડેટ્સને ઇન્સ્ટોલ કરવા માટે એક સ્ક્રીન જોવા મળે છે તે બાદ બેકએન્ડમાં ટ્રોજન બેકરની મશીનને એસએમએસ અને કૉલ લૉગ સહિત યુઝર્સની ડિટેલ્સ મોકલે છે.

CERT-In અનુસાર, આ ડિટેલ્સનો ઉપયોગ હેકર્સ દ્વારા બેંક સ્પેસિફિક મોબાઇલ બેંકિંગ મશીન બનાવવા અને યુઝર્સની ડિવાઇસ પર બતાવવા માટે કરવામાં આવે છે. તે બાદ યુઝર્સને મોબાઇલ બેંકિંગ ક્રેડેંશિયલ રજીસ્ટર કરવાનું કહેવામાં આવે છે અને તેને હેકર્સ દ્વારા ચોરી લેવામાં આવે છે.

એન્ડ્રોઇડ

કેવી રીતે રહેશો સુરક્ષિત

પોતાના એન્ડ્રોઈડ ફોન પર અન્ય સ્ત્રોતથી એપ ડાઉનલોડ કરવાનું ડિસેબલ કરો, CERT-In તમારું ડાઉનલોડ સોર્સીઝને આધિકારીક એપ સ્ટોર તરીકે સીમિત કરવા માટે કહે છે. કોઈપણ એપને ઈંસ્ટોલ કરવાથી પહેલા એપની ડિટેલ્સને સારી રીતે તપાસ કરી લો, એન્ડ્રોઈડ ડિવાઈસ પર એપ ડાઉનલોડ કરવા અથવા ઈન્સ્ટોલ કરતા પહેલા તેની ડિટેલ્સને પણ જરૂરથી ચેકકરો. ત્યાં સુધી કે Google Play Store પરથી પણ ચેક કરો. હંમેશા એપ ડિટેલ્સ, તેને કેટલી વખત ડાઉનલોડ કરવામં આવી છે, યૂઝર્સના રિવ્યુ, કોમેન્ટ વગેરે પર પણ ધ્યાન આપો.

એપ ઈન્સ્ટોલ કરતા પહેલા એપની તમામ મંજૂરીતે સ્પષ્ટ રીતે ચકાસો એટલે કે વેરીફાઈ કરો. એપ ફક્ત એ જ મંજૂરી આપે કે જેની પાસે એપના ઉદ્દેશ માટે રેલેવન્ટ કોન્ટેક્સટ છે. સાઈડ લોડેડએપ્સ ઈન્સ્ટોલ કરવા માટે Untrusted Sources ચેકબોક્સને ચેક ન કરે. અવિશ્વસનીય વેબસાઈટોને બ્રાઉઝ કરવાની ભૂલ ક્યારેય ના કરો, સાથે સાથે કોઈ અજાણી લિન્ક પર પણ ક્લિક ના કરો, કોઈપણ ઈમેલ અને એસએમએસમાં આપવામાં આવેલી લિન્ક પર ક્લિક કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. તે નંબર્સની ઓળખ કરવી પણ અત્યંત જરૂરી છે, જે મોબાઈલ ફોન નંબરોની જેમ નથી દેખાતા. સ્કેમર્સ હંમેશા પોતાના વાસ્તવિક ફોન નંબરનો ખુલાસો નથી કરતા, અને ઈમેલ-ટૂ-ટેક્સટ સર્વિસીઝનો વપરાશ કરે છે.

કોઈપણ ટૂંકા URL પ્રતિ અત્યંત સાવધાની રાખવી જરૂર છે. જો કોઈએ bit.ly અને tinyurl સાથે URL ટૂંકાવ્યું હોય, તો તેના પર ક્લિક કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ જે વેબસાઇટની મુલાકાત એટેલે કે તેના પર જઈ રહ્યા છે, તેનું સમગ્ર ડોમેનને ટૂંકા ન હોય. તમારા કર્સરને હોવર કરો અને URL ચેકરનો ઉપયોગ કરો. તે વપરાશકર્તાઓને ટૂંકું URL દાખલ કરવાની અને સંપૂર્ણ URL જોવાની મંજૂરી આપશે.

Read Also

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!