GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાએ ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીઓના સપના રગદોળ્યા, ખતમ થઈ શકે છે કરિયર

corona

કોરોના વાયરસ મહામારીના કારણે ખેલ જગત પર ખૂબ જ ઊંડી અસર પડી છે. વિશ્વના ઘણા દેશમાં લોકાડઉનને કારણે સ્પોર્ટ ઈવેન્ટ્સ પણ રદ થઈ ગઈ છે. જેથી ઘણા દિગ્ગજ ક્રિકેટરોનુ કરિયાર ખતમ થવાની સંભાવના ઊભી થઈ છે. જેમાં ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ નામ પણ સામેલ છે. જેમનુ IPL થકી ટીમ ઈન્ડિયામાં પરત ફરવાનો રસ્તો સાફ થવાનો હતો. તો પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક આ યાદીમાં સામેલ છે.

મહેન્દ્રસ સિંઘ ધોની

વર્લ્ડ કપ 2019 બાદથી જ ધોનીએ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી અને સતત તેમના સંન્યાસ લેવાના સમાચાર આવી રહ્યા છે. આ વચ્ચે માનવામાં આવી રહ્યુ છે કે, IPL માં ધોનીનુ પ્રદર્શન સારુ રહ્યુ તો, તેઓ T-20 વિશ્વ કપ માટે ભારતીય ટીમનો ભાગ બનશે, પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે IPL ખતરામાં છે અને ધોનીના પરત ફરવાની સંભાવનાઓ દેખાઈ રહી નથી. જો BCCI પોતાના લાડલા ખેલાડીને વિદાઈ મેચમાં ઉતારવા માગે છે તો આ વાત શક્ય બની શકે છે, પરંતુ કેટલાક ક્રિકેટના જાણકારોનુ માનવુ છે કે, ધોનીએ પોતાની અંતિમ મેચ રમી લીધી છે.

ક્રિલ ગેલ

વેસ્ટઈન્ડીજમાં ધમાકેદાર બેટ્સમેન ક્રિલ ગેલ પણ આ યાદીમાં સામેલ છે. તેમણે છેલ્લા વર્ષે કહ્યુ હતુ કે, વર્લ્ડ કપ તેમની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, પરંતુ તેવુ ન થયુ. જોકે, ઓગષ્ટ 2019 બાદ તેમને નેશનલ ટીમમાં જગ્યા પણ મળી નથી, પરંતુ તેમની નજર પણ T-20 વર્લ્ડ કપ પર છે. તે માટે તેમને ખુદ સાબિત કરવુ પડશે, પરંતુ કોરોના વાયરસના કારણે હવે એ શક્ય નથી દેખાઈ રહ્યુ જેના કારણે તેમનુ કરિયર ખતમ થવા પર છે.

શોએબ મલિક

પાકિસ્તાનના વર્તમાન ક્રિકેટરોમાં સૌથી અનુભાવી શોએબ મલિકનુ સપનુ છે કે, આ વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કર રમે, પરંતુ કોરોનાએ 39 વર્ષના શાનદાર ઓલરાઉન્ડરના સપના પર ગ્રહાણ લગાવી દીધુ છે. તેનુ કારણે તે છે કે, ઘણા લોકો શોએબને T-20 વર્લ્ડ કપમાં રમતા જોવા નથી માગતા અને સંન્યાસ લેવાની સલાહ આપી રહ્યા છે. જેમાં પૂર્વ કેપ્ટન રમીજ રાજા પણ સામેલ છે. જોકે, તેઓ રમે છે તો, તેમની પાસે પાકિસ્તાન માટે વધારે સમય માટે રમવાનો રેકોર્ડ બનાવવાની તક છે.

એબી ડિવિલિયર્સ

T-20 વર્લ્ડ કપમા દક્ષિણ આફ્રિકાના ધાકડ ખેલાડી એબી ડિવિલિયર્સે સંન્યાસમાંથી પરત ફરવાના સમાચાર આવી રહ્યા છે. ડીવિલિયર્સે હાલમાં પોતાના એક નિવેદનમાં કહ્યુ કે, તેમની ફોર્મ, ફિટનેસ અને છેલ્લા વર્ષે ICC વિશ્વકપમાં પરત નહી ફરી કરી શકવુ તેમના T-20 વિશ્વકપમાં પરત ન ફરવાનુ કારણ પણ બની શકે છે. એવામાં જ્યારે કોરોના વાયરસ આ ખેલાડીની વાપસી પણ પણ ચિન્હ લાગી ગયુ છે.

લસિથ મલિંગા

પોતાની ખતરનાક યાર્કરના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત શ્રીલંકાના અનુભવી બોલર લસિથ મલિંગાનુ IPL અને T-20 માં રમવુ નક્કી હતુ, પરંતુ વિશ્વમાં ફેલાયેલ ખતરનાક કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ જવાના કારણે IPL નું આયોજન થવુ હાલમાં નક્કી નથી. ઓસ્ટ્રેલિયાએ પણ 6 મહિના માટે પોતાની બોર્ડરને સીલ કરી દીધી છે. તેથી T-20 વર્લ્ડ કપ પર પણ શંકા બનેલી છે. આ કારણે આ 36 વર્ષના ખેલાડીનું આંતરરાષ્ટ્રીય કરિયર પણ અધવચ્ચે લટકાઈ ગયુ છે.

READ ALSO

Related posts

ત્રણ એરપોર્ટના ડેવલપમેન્ટ માટે મોટા ઉદ્યોગપતિએ હાલમાં સક્ષમ ન હોઈ ડેડલાઈન વધારવા કરી માગ

Harshad Patel

મોલાના સાદને ફટકો, તબલિગી જમાતના 960 વિદેશીઓ પર ભારત પ્રવેશ માટે લાગ્યો આટલા વર્ષનો પ્રતિબંધ

Harshad Patel

આ માર્કેટ યાર્ડમાં હજારોની સંખ્યામાં ડુંગળીની બોરી પલળી જતા લાખોનું નુકસાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!