કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારા ભારતીયોને યુરોપમાં પ્રવાસ કરવા દેવામાં આવે તેવી ભારત સરકારની વિનંતીને પગલે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.
ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે.

યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અથવા ગ્રીન પાસ ધરાવનારાઓ હવે કોરોના મહામારી દરમ્યાન યુરાપમાં મુક્ત અવરજવર કરી શકશે. આ કાર્યક્રમ હેઠળ જે વ્યક્તિએ યુરોપિયન મેડિસિન એજન્સીએ મંજૂર કરેલી કોરોના રસી લીધી હશે તેને પ્રવાસ પરના કોઇ નિયંત્રણો લાગુ નહીં પડે.
કોરોના રસી લેનારાઓને પ્રવાસની છૂટ
યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતાપ્રાપ્ત કોરોના રસી લેનારાઓને પણ પ્રવાસ કરવાની છૂટ આપી શકે છે. ગ્રીન પાસ યોજના હેઠળ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારાઓને પ્રવાસપાત્ર નહીં ગણે તેવો અંદેશો હતો. દરમ્યાન બ્રાઝિલના જમણેરી પ્રમુખ જૈર બોલ્સોનારોના વિરોધીઓએ કોરોનાની રસી કોવાક્સિન મેળવવામાં પ્રમુખે ભષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં બોલ્સોનારોની હાલત કફોડી થઇ છે.

ભારતીય બનાવટની કોવાક્સિન રસીના 20 મિલિયન ડોઝ મેળવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થતાં આવતા વર્ષે ચૂંટણી લડીને જીતવાનું બોલ્સોનારો માટે મુશ્કેલ બનશે. દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો વધારે ચેપી વેરિઅન્ટ પ્રસરી રહ્યો હોવાથી લોકડાઉન લદાઇ રહ્યા છે તેમ સરકારની નિષ્ફળતાઓ પણ ખુલ્લી પડી રહી છે.
રેક દેશની દસ ટકા વસ્તીનું રસીકરણ કરવાની હાકલ
દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો.ટેડરોસ અધાનોન ઘેબ્રેયેસસે મહામારીને કાબૂમાં લેવાનો અને ગ્લોબલ ઇકોનોમીને પાટે ચડાવવાનો શ્રેષ્ઠ માર્ગ રસીકરણ છે તેમ જણાવી સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક દેશની દસ ટકા વસ્તીનું રસીકરણ કરવાની હાકલ કરી હતી.

દરમ્યાન આફ્રિકાના વિશેષ કોરોના રાજદૂત સ્ટ્રીવ માસિયીવાઓએ યુરોપની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે આફ્રિકા હાલ ત્રીજા મોજાની ચુંગાલમાં ફસાયેલું છે ત્યારે યુરોપિયન ફેકટરીમાંથી કોરોનાની રસીની એક પણ શીશી આફ્રિકા માટે રવાના થઇ નથી. તેમણે જણાવ્યું હતું કે કોવાક્સ કાર્યક્રમ માટે રસી આપવાની વાતો કરનારા કયા દેશોએ તેમનું ભંડોળ આપવાનું વચન પાળ્યું નથી તે માહિતી પણ દબાવી રાખવામાં આવી છે.
Read Also
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!
- Women’s T20 Challenge/ સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ ટ્રોફી જીતી, વેલોસિટીને 4 રનથી હરાવ્યું