થાઈલેન્ડ ગુરુવારે ભાંગને અપરાધમુક્ત જાહેર કરનાર એશિયાનો પ્રથમ દેશ બન્યો. જો કે, થાઈલેન્ડના આરોગ્ય મંત્રી અનુતિન ચરણવીરાકુલે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આ દવાનો વધુ પડતા નશા માટે ઉપયોગ કરતો જોવા મળશે તો તેની સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવશે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આ નિર્ણય લેવાયો છે. એક મુલાકાતમાં, અનુતિન ચરણવીરાકુલેએ જણાવ્યું હતું કે અર્થતંત્રને વેગ આપવા માટે ગાંજાના ઉત્પાદનને કાયદેસર અને ગુનામુક્ત બનાવવાનું પગલું લેવામાં આવ્યું છે, પરંતુ તેમણે એ પણ ચેતવણી આપી હતી કે મનોરંજન અથવા નશા માટે તેનો ઉપયોગ હજુ પણ ગેરકાયદેસર છે.

હોટલમાં ભોજન પીણામાં ગાંજો આપી શકશે
અપરાધીકરણ હેઠળ ગેર અપરાધીકરણ અંતર્ગત મારિજુઆના અને ભાંગ ઉત્પાદનો ઉગાડવા અને તેનો વેપાર કરવો અથવા રોગોની સારવાર માટે છોડના ભાગોનો ઉપયોગ કરવો એ ગુનો નથી, તેમણે એમ પણ કહ્યું કે કાફે અને રેસ્ટોરન્ટમાં ભાંગયુક્ત ભોજન અને પીણા પીરસી શકે છે, પરંતુ ઉત્પાદનોમાં માત્ર 0.2 ટકાથી ઓછા ટેટ્રાહાઈડ્રોકાનાબીનોલ હોવા જોઈએ, જે છોડનું મુખ્ય સાયકોએક્ટિવ સંયોજન છે. તે જ સમયે, જો કોઈ નિયમોની વિરુદ્ધ જઈને તેનો ઉપયોગ કરે છે, તો જાહેર આરોગ્ય અધિનિયમ હેઠળ સખત સજા, જાહેરમાં ગાંજો પીવા માટે ત્રણ મહિના સુધીની જેલ અને 800 ડોલરના દંડની જોગવાઈ હજુ પણ લાગુ રહેશે.
અમે હંમેશા તબીબી હેતુઓ અને સ્વાસ્થ્ય માટે ગાંજાના અર્ક અને કાચા માલના ઉપયોગ પર ભાર મૂક્યો છે. જો કે, અમે લોકોના મનોરંજન અથવા નશા માટે ક્યારેય ગાંજાના ઉપયોગને મંજૂરી આપીશું નહીં. થાઇલેન્ડ તબીબી હેતુઓ માટે ભાંગની નીતિઓને પ્રોત્સાહન આપશે. જો પ્રવાસીઓ મેડિકલ ટ્રીટમેન્ટ કે સ્વાસ્થ્યને લગતી પ્રોડક્ટ્સ માટે આવે તો કોઈ વાંધો નથી, પરંતુ જો કોઈ એવું વિચારે છે કે તેઓ થાઈલેન્ડ જઈને ગાંજાનું સેવન કરી શકે છે તો તેઓ ખોટા છે. તેમણે કહ્યું કે આવા પ્રવાસીઓનું થાઈલેન્ડમાં સ્વાગત નથી.
અનુતિને આશા વ્યક્ત કરી છે કે થાઈલેન્ડનો ભાંગ ઉદ્યોગ કૃષિને પ્રોત્સાહન આપીને અબજો ડોલરની આવક પેદા કરશે. તેમણે કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે ઉદ્યોગનું મૂલ્ય સરળતાથી 2 બિલિયન ડોલરને વટાવી જશે. તેમણે દેશભરના ઘરોમાં 1 મિલિયન ભાંગના છોડ ફ્રીમાં વહેંચવા માટે કૃષિ મંત્રાલય સાથે સહયોગ કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા
- કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો
- સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા
- Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ
- વાસ્તુ ટિપ્સ/ કંગાળ કરી નાંખે છે ઘરમાં મુકેલી આ 5 વસ્તુઓ, આજે જ કાઢીને ફેંકી દો બહાર