GSTV
Gujarat Government Advertisement

મનોરંજન / ના હોય! આ કંપનીએ લોન્ચ કર્યા દીવાલમાં પેઈન્ટિંગ હોય એવા અફલાતૂન ટીવી

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

હવે ફ્લેટ સ્ક્રીન ટીવીનો યુગ છે. એમાં પણ વિવિધ કંપનીઓ વિવિધ ટીવી રજૂ કરી રહી છે. વન પ્લસે ફ્લેટ સ્ક્રીન ટીવીની રેન્જ રજૂ કરી છે. બધા ટીવી જાણે દીવાલ પર ટાંગેલું ચિત્ર હોય એવા અફલાતૂન દેખાય છે.

4K સિનેમેટિક ડિસ્પ્લે તથા ક્યુરેટેડ કન્ટેન્ટ સાથેની ભવ્ય લાઈબ્રેરી સાથેનો અદ્દભુત ઓડિયો

નવા સ્માર્ટ ટીવીમાં તે વર્ગની શ્રેષ્ઠ 4K સિનેમેટિક ડિસ્પ્લે તથા ક્યુરેટેડ કન્ટેન્ટ સાથેની ભવ્ય લાઈબ્રેરી સાથેનો અદ્દભુત ઓડિયો છે. તેમાં પ્રિમિયમ બેઝેલ-લેસ ડિઝાઈન છે, જે સમગ્ર સ્ક્રીન સાઈઝની રેન્જમાં જોવા મળે છે, તથા તે વપરાશકર્તાને એક એડવાન્સ્ડ ઇન્ટરકનેક્ટેડ તથા ઇન્ટેલિજન્ટ અનુભવ પૂરો પાડે છે.

“ભારતમાં વનપ્લસ સ્માર્ટ ટીવીના એક યાદગાર આવકારને અનુસરીને, અમે અમારા સ્માર્ટ ટીવી પોર્ટફોલિયોના નવા ઉમેરાની રજૂઆત માટે પણ ઉત્સાહિત છીએ, જેનાથી અમારી કમ્યુનિટીને એક અદ્દભુત સ્માર્ટટીવી અનુભવ રજૂ કરી શકીએ. વનપ્લસ ટીવી યુ1એસએ સમગ્ર કિંમતના સેગમેન્ટમાં પ્રિમિયમ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ ઓફર કરીને એક અડચણરહિત જોડાણનું ઇકોસિસ્મટ અનુભવ ઓફર કરે છે.” એમ પેટ લૌ, સંસ્થાપક અને સીઇઓ, વનપ્લસ કહે છે.

વનપ્લસ ટીવી યુ1એસએ વપરાશકર્તાઓ માટે એક પ્રિમિયમ સ્માર્ટ ટીવી અનુભવ માટે ડિઝાઈન કર્યું છે, તે પણ એક આકર્ષક કિંમતે. તે 126 સીએમ (50 ઇંચ), 139 સીએમ (55 ઇંચ) અને 164 સીએમ (65 ઇંચ)ના વેરિએન્ટમાં પ્રાપ્ય છે.

અલગ જ પ્રકારનો સ્માર્ટ ટીવી કેમેરા અનુભવ પણ મળશે

વનપ્લસ ટીવી યુ1એસએના રજૂઆતની સાથે વનપ્લસએ એક સંપૂર્ણ નવા વનપ્લસ ટીવી કેમેરાની પણ રજૂઆત કરી છે, જેનાથી એક અલગ જ પ્રકારનો સ્માર્ટ ટીવી કેમેરા અનુભવ મળશે. વનપ્લસ ટીવી કેમેરામાં ગૂગલ ડૂઓને સરળતાથી જોડી શકાય છે, જે વપરાશકર્તાને તેમના ઘરેથી કામ કરવા દરમિયાન સરળતાથી મિટિંગ કરવામાં કે પછી તેમના ચહિતાઓની સાથે વીડિયો ચેટને માણવામાં સરળતા આપશે. વનપ્લસ ટીવી કેમેરાએ વિશાળ એંગલ વિડીયો ફોટોની સાથેનો 1080પી કેમેરા છે, જે આકર્ષક સ્પષ્ટતા સાથેનું ફૂલ એચડી રિઝોલ્યુશન આપશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!