GSTV
Gujarat Government Advertisement

કોરોનાકાળમાં આ કંપનીમાં નીકળી બમ્પર ભરતી, નોકરી માટે આ જગ્યાએ કરો અરજી

રોજગાર

Last Updated on September 15, 2020 by Mansi Patel

કોરોના કાળમાં તહેવારની મૌસમ માટે ઈકોમ એક્સપ્રેસ કંપની 30 હજાર લોકોને નોકરી આપવાની યોજના બનાવી રહી છે. સામાનની ડિલિવરી સહિત ‘લોજિસ્ટિક’ સુવિધા ઉપલબ્ઘ કરાવનારી કંપની ઈકોમ એક્સપ્રેસે આગામી કેટલાક અઠવાડિયામાં લોકોને હાયર કરવાની યોજના બનાવી છે. આ રોજગાર અસ્થાયી હશે. કંપની ઈ-કોમર્સ કંપનીઓથી તહેવાર દરમિયાન વધેલી માગને પૂર્ણ કરવા માટે નવા લોકોની ભરતી કરવાની યોજના બનાવી છે.

લોકો ઇ-કોમર્સ તરફ વળ્યા છે

કોરોના વાયરસ સંકટ પહેલા કંપનીના કર્મચારીઓની સંખ્યા લગભગ 23,000 હતી. કંપનીએ લોકડાઉન અને ત્યારબાદના ઓનલાઇન ઓર્ડરને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓમાં 7,500 કર્મચારીઓની નિમણૂક કરી હતી. કોરોના વાયરસ વચ્ચે કરિયાણાની વસ્તુઓ, દવા અને અન્ય વસ્તુઓ માટે લોકો ઇ-કોમર્સ તરફ વળ્યા છે.

એપોઇન્ટમેન્ટ શરૂ કરી દીધી

ઇકોમ એક્સપ્રેસના વરિષ્ઠ ઉપપ્રમુખ અને મુખ્ય માનવ સંસાધન અધિકારી સૌરભ દીપ સિંગલાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મહામારીએ ઈ-કોમર્સ ઉદ્યોગને એક અલગ તબક્કા પર પહોંચાડી દીધી છે. તહેવારો દરમિયાન આપણા ઈ-કોમર્સ ગ્રાહક ખૂબ જ આક્રમકતાથી યોજના ઘડી રહ્યા છે અને અમે તેની ખાતરી કરવા માંગીએ છીએ કે, તેઓ માંગને પહોંચી શકે. અમે એપોઇન્ટમેન્ટ શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને અમે તહેવારો દરમિયાન 30,000 અસ્થાયી નોકરીઓ બનાવવાની આશા રાખીએ છીએ.

તહેવારો બાદ પણ ઓર્ડરમાં વૃદ્ધિ

કંપનીના કાર્યબળની સંખ્યા ઓગષ્ટમાં 30,500 હતી. તેમણે કહ્યુ કે, છેલ્લા વર્ષે અમે તહેવારો પહેલા 20 હજાર લોકોની ભરતી કરી હતી. જોકે, આ રોજગાર અસ્થાયી હતા, પરંતુ તેમાથી લગભગ 1/3 સ્થાયી થયા છે. કારણ કે, અમે તહેવારો બાદ પણ ઓર્ડરમાં વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. ઈ-કોમર્સ કંપનીઓનુ માનવુ છે કે, તેમને ધંધમાં મોટો ભાગ તહેવારો દરમિયાન આવશે અને તેમને ક્ષમતા વધારવા માટે મોટુ રોકાણ કર્યુ છે. જેથી ઓર્ડર શ્રેષ્ઠ રીતથી મેનેજમેન્ટ કરી શકાય.

8 કેન્દ્રોની પણ જાહેરાત

વોલમાર્ટના સ્વામિત્વવાળી ફ્લિપકાર્ટે આપૂર્તિ વ્યવસ્થાને સુર્દઢ કરવા અને ડિલિવરી ક્ષમતાને વધારવાને લઈને હાલમાં જ 50 હજારથી વધુ કરીયાણાની દુકાનોને જોડી છે. તો અમેજોન ઈંડિયાએ પાંચ કેન્દ્ર (વિશાખાપટ્ટનમ, ફરૂખનગર, મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદ)ને જોડવાની જાહેરાત કરી હતી. સાથે જ પોતાની હાજરના 8 કેન્દ્રોની પણ જાહેરાત કરી છે. સિંગલાએ કહ્યું કે, ઇકોમ એક્સપ્રેસ જે એપોઇન્ટમેન્ટ કરશે તે મેટ્રો ઉપરાંત નાના શહેરોમાં પણ હશે. કંપની દેશના દૂરના વિસ્તારોમાં પણ માલની ડિલિવરી તરફ ધ્યાન આપી રહી છે, જેના માટે નાના અને મધ્યમ શહેરોમાં પણ નિમણૂક કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ કોરોનાની બીજી લહેરની ચેન તોડવા મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું, આ તારીખ સુધી માત્ર મળશે આ છૂટછાટ

pratik shah

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!