GSTV

1 રૂપીયામાં 1GB ડેટા, આ કંપની આપી રહી છે જીયોથી પણ મોટી ઓફર

રિલાયન્સ જીયો સસ્તા ડેટા પ્લાન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ હવે વધુ એક કંપની નવા ધમાકેદાર પ્લાન સાથે બજારમાં એન્ટ્રી કરી છે. બેંગલુરુની એક કંપનીએ હવે માત્ર 1 રૂપીયામાં 1GB ડેટા આપી રહી છે. જીયોને જોરદાર ટક્કર આપતી આ કંપનીનું નામ છે Wifi Dabba, જે વર્ષ 2017થી આ સેવા આપી રહી છે. તો ચાલો જાણીએ આ કંપની વિશે.

પહેલા 20 રૂપીયામાં મળતો હતો 1GB ડેટા

માહિતી પ્રમાણે, WIfi Dabba પર હવે એક રૂપીયામાં એક જીબી ડેટા મળી રહ્યો છે, પરંતુ વર્ષ 2017માં કંપની 20 રૂપીયામાં 1GB ડેટા આપી રહી છે. કંપનીની પાસે ત્રણ પ્લાન છે. પ્રથમ પ્લાન બે રૂપીયાનો છે જેમાં 1GB ડેટા મળશે, 10 રૂપીયાના પ્લાનમાં 5 GB ડેટા અને 20 રૂપીયાના પ્લાનમાં 10 GB ડેટા મળશે. બધા જ પ્લાનની સમયમર્યાદા 24 કલાકની હશે.

Wifi Dabba કેમ આપે છે આટલો સસ્તો ડેટા?

Wfi Dabba ને ચા અને સ્થાનિક દુકાનો પર તેનું Wi-Fi રાઉટર સ્થાપિત કર્યું છે. કંપનીના આ કોન્સેપ્ટનું નામ સુપરનોડ્સ છે. આ સુપરનોડ્સ થકી 20 કિલોમીટર સુધીના અંતરે 100 GB પ્રતિ સેકન્ડના દર પર ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરી શકાય છે. કંપનીએ તેના રાઉટર માટે Dabba ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસાવી છે.

કંપનીએ તેમના આ પ્રોજેક્ટને આ એપાર્ટમેન્ટ અને સોસાયટી સુધી લઈ જવા વિશે પ્લાન કરી રહી છે. કંપનીએ વાઈફાઈ માટે કોઈ કેબલ નથી વાપર્યું અને ન તો સરકાર પાસેથી સ્પેક્ટ્રમ ખરીદ્યુ છે. તેવામાં કંપનીને સિર્ફ રાઉટરનો જ ખર્ચ આવે છે. જેથી ડેટા સસ્તો મળેછે. કંપનીએ સસ્તા ડેટા માટે પોતાનો ખુદનું નેટવર્ક સિસ્ટમ પણ તૈયાર કરી છે.

READ ALSO

Related posts

બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી જ શાળાઓ, સરકારે રજૂ કરી ગાઈડલાઈન

Dilip Patel

ભારત યાત્રા પહેલાં શું ટ્રંપનો થયો હતો કોરોના ટેસ્ટ? સંસદમાં વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Dilip Patel

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!