ભાજપ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં સમાન સિવિલ કોડ લાવીને પોતાની સ્થિતી મજબૂત કરવા માગે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભોપાલમાં ભાજપના નેતાઓની બેઠકમાં સ્પષ્ટ રીતે કહ્યું કે, દેશમાં ટૂંક સમયમાં કૉમન સિવિલ કૉડ લાગુ થઈ શકે છે. ભાજપ કોર કમિટિ અને ટોચના નેતાઓ સાથેની બેઠકમાં શાહે એલાન કર્યું કે, સમાન સિવિલ કોડનો ઉત્તરાખંડમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે તે લાગુ કરવામાં આવશે. આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સરકારે સીએએનો અમલ, અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કલમ ૩૭૦ની નાબૂદી અને ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવવા સહિતના નક્કર નિર્ણય લીધા છે. હવે કૉમન સિવિલ કૉડનો વારો છે. સમાન સિવિલ કોડ ભાજપના ત્રણ મુખ્ય મુદ્દાઓમાં એક છે. બાકીના બે વચન અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અને કલમ ૩૭૦ની નાબૂદી ભાજપે પાળી બતાવ્યાં છે.શાહે પત્રના ટોચના નેતાઓને સતર્ક રહેવાની સલાહ પણ આપીને કહ્યું કે, ભાજપના કાર્યકરો કે નેતાઓએ એવું કોઈ કામ નથી કરવાનું જેનાથી પાર્ટીને નુકસાન પહોંચે.
Read Also
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ