GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Google Chromeની સેટિંગમાં કરો આ નાનકડો ફેરફાર, ડિવાઇસ ટ્રેકીંગથી મળશે છુટકારો

મોટાભાગે ઈન્ટરનેટ યુઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે અને બ્રાઉઝર પર ઘણી વેબસાઇટ ઓપન કરે છે, પણ આ વેબસાઇટ્સ યુઝર્સનું સેંસટિવ ડેટા એકત્ર કરે છે. એટલું જ નહી આ વેબસાઇટ તમારા ડિવાઇસ ટ્રેક પણ કરી શકે છે. આવું તમારા બ્રાઉઝરની ડિફોલ્ટ ટ્રેકિંગ ફીચરના લીધે થાય છે. જોકે, તમે તેનાથી તમારો બચાવ કરી શકો છો. વાસ્તવમાં, Google Chrome તેનાથી બચાવ માટે યુઝર્સની મદદ કરે છે.

જો તમે Googleના આ ટ્રેકિંગ ફીચરથી બચાવ માંગો છો, તો તમે Google Chromeને Do not Track રિક્વેસ્ટ મોકલી શકો છો. જણાવીએ કે બધી વેબસાઇટ્સ પ્રાઈવેસી વધારવા, તમારી વેબસાઇટ પર કોન્ટેંટ, સર્વિસ, જાહેરાતો વગેરે ઓફર કરવા માટે તમારી બ્રાઉઝિંગ જાણકારી એકત્ર કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. જોકે, તમે Do not Track રિક્વેસ્ટ દ્વારા તમે રોકી શકો છો. રિક્વેસ્ટ મોકલવા માટે તમારે ગૂગલ ક્રોમની સેટિંગ પર જવું પડશે.

Chrome

ડેસ્કટૉપથી કેવી રીતે રિક્વેસ્ટ મોકલવી

ડેસ્કટૉપથી રિક્વેસ્ટ મોકલવવા માટે સૌથી પહેલા લેપટોપ પર Google Chrome ઓપન કરો. ત્યારબાદ જમણી બાજુમાં સૌથી ઉપર આપેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો. હવે અહિયાં આવી રહેલા ઑપ્શન્સ માંથી સેટિંગને સિલેક્ટ કરો. તેના પછી તમને ડાબી બાજુ ઘણા વિકલ્પ મળશે.

અહીં પ્રાઈવેસી એન્ડ સિક્યોરિટી ટેબ પર ક્લિક કરો અને પછી Cookies and Other Site Data ના વિભાગ પર ક્લિક કરો. તેના પછી Send a Do not Track Request with your browsing traffic ના ટોગલ પર ક્લિક કરો.

Chrome

ડેસ્કટૉપ અને એન્ડ્રોઇડ બંનેથી કરી શકો છો રિક્વેસ્ટ

જણાવી દઈએ કે યુઝર ડેસ્કટૉપ અને એન્ડ્રોઇડ બંને ડિવાઇસથી રિક્વેસ્ટ કરી શકે છે, જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી રિક્વેસ્ટ મોકલવા માંગો છો, તો તમારે પણ આ પ્રોસેસને અનુસરવું પડશે. જોકે, તેમાં તમારે એક અથવા બે અલગ સ્ટેપ પણ ફૉલો કરી શકો છો.

READ ALSO:

Related posts

GUJARAT ELECTION / જસદણ વિધાનસભા બેઠકઃ 2018માં પહેલીવાર ભાજપે અહીં પેટાચૂંટણી જીતી, આવો છે આ બેઠકનો ઈતિહાસ

Kaushal Pancholi

ભાજપનું મિશન 2024 / મુસ્લિમ વોટ બેંક પર નજર, પક્ષ મજબૂત કરવા પર ભાર, જાણો શું છે પાર્ટીના એક્શન પ્લાન?

Akib Chhipa

1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા સંભળાશે ભારત, દેશના 100 સ્મારકો રોશનીથી ઝળહળી ઉઠશે

Hardik Hingu
GSTV