ગુજરાતનો આ કિસ્સો જેમાં આર્મીમેને પત્ની અને તેના પ્રેમીને બંદૂકથી ઉડાવી દીધો હતો

JIGAR

પત્ની અને તેના પ્રેમીની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ ભાવનગરના આર્મીમેન જીગર વ્યાસે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જીગર વ્યાસે પોતાની અરજીમાં લખ્યું છે કે હાલમાં તેની દેશને જરૂરીયાત છે જેથી તેને જામીન આપવામાં આવે. જીગર વ્યાસે પોતાની અરજી સાથે પોતે જમ્મુ કાશ્મીરમાં વિવિધ એન્કાઉન્ટરમાં મેળવેલા સાત મેડલનો ઉલ્લેખ કર્યો છે કે સાથે જ પોતે એનએસજી કમાન્ડો પણ હતો અને મુંબઇ હુમલા સમયે તેણે ફરજ બજાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

નોંધનીય છે કે 13 ફેબ્રુઆરી 2015ના રોજ પત્નીને તેના પ્રેમી સાથે જોઇ જતાં જીગર વ્યાસે અંધાધૂંધ ફાયરિંગ કરીને પત્ની અને તેના પ્રેમીની હત્યા કરીને બાદમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ 8 સપ્ટેમ્બર 2016ના રોજ તેને આજીવન કેદની સજા ફટકરાઇ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter