GSTV
Auto & Tech Trending

ટેક ન્યુઝ / ગૂગલ પર સૌથી વધુ સર્ચ થઇ રહી છે આ કાર, Maruti અને Tata કંપનીને પણ આપી પછડાટ

તમે જ્યારે તમારા સપનાની ગાડી ખરીદો છો તો તે પહેલા તમે તેના વિશે ભરપૂર તપાસ કરો છો અને તે પછી તેના વિશે નિર્ણય લો છો પરંતુ, શું તમે જાણો છો કે, વર્ષ 2021માં ભારતમાં ગૂગલ પર કઈ કાર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી? તમને જણાવી દઈએ કે, આ ગાડીએ હાલ મારુતિ અને ટાટાને પણ પાછળ છોડી દીધી છે અને ટોચ પર આવે છે.

સૌથી વધુ શોધ હ્યુન્ડાઇ :

ઓસ્ટ્રેલિયાના એક પ્રકાશિત અહેવાલમાં આખા વિશ્વમા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ગાડીઓની યાદી આપવામા આવી છે. આ અહેવાલ મુજબ આપણા દેશમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી કાર મારુતિ કે ટાટા નહીં, પણ હ્યુન્ડાઇ છે. હાલ મળતી ઓનલાઇન માહિતી મુજબ હ્યુન્ડાઇની માર્કેટ પર જબરદસ્ત પકડ છે. કંપનીએ વર્ષ 2021માં Alcazar અને i20 N Line જેવા નવા મોડેલો પણ લોન્ચ કર્યા છે. મહિનાઓ સુધી રાહ જોવા છતાં Hyundai Creta અને Hyundai Venue કંપનીની સૌથી વધુ સર્ચ થયેલી ગાડીઓમાંની એક છે.

ટોયોટા વિશ્વમાં પ્રભુત્વ ધરાવે છે :

હવે, જ્યારે આખી દુનિયાની વાત આવે છે, ત્યારે સૌથી વધુ સર્ચ કરવામાં આવતી ઓટો કંપની ટોયોટા છે. આ જાપાની કંપનીના ઘણા મોડેલો, જેમ કે ફોર્ચ્યુનર, ઇનોવા ભારતીય બજારમાં પણ જબરદસ્ત પકડ ધરાવે છે. તે ઓસ્ટ્રેલિયા, રશિયા, જાપાન અને દક્ષિણ અમેરિકા અને આફ્રિકા ટોયોટાના ઘણા દેશોમાં ઓનલાઇન શોધમાં મોખરે છે.

ચીનમાં વાગ્યો TESLA નો ડંકો :

રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇલેક્ટ્રિક વ્હીકલ) માર્કેટ ચીનમાં લોકોએ ટેસ્લા વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. જ્યારે ફોર્ડે અમેરિકા અને કેનેડા પર પ્રભુત્વ જમાવ્યું છે, મેક્સિકોએ નિસાન ગાડીની સૌથી વધુ શોધ કરી છે.

Read Also

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV