GSTV

અજબ ગજબ / એકસાથે 10 પત્નીઓ સાથે લગ્નજીવન વિતાવે છે બ્રાઝિલનો આ મોડેલ, જાણો કેવી રીતે બદલાયું જીવન?

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

બ્રાઝિલનો એક મોડેલ આર્થર ઓર્સો 9 મહિલાઓ સાથે મળીને લગ્ન કરીને હાલ ચર્ચાનો વિષય બન્યો હતો. આર્થર પહેલેથી જ પરણ્યો હતો પરંતુ, તેણે ‘Free Love’ કરવા અને ‘એક વિવાહ’ નો વિરોધ કરવા માટે વધુ 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આર્થરની કુલ ૧૦ પત્નીઓ છે. જોકે, પરણેલા આર્થર સ્થૂળતાને કારણે ખુબ જ અસ્વસ્થ રહેતા હતા. એવામાં તેણે તેમાંથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું અને ધીમે-ધીમે એક-બે નહીં પણ 28 કિલો વજન ઓછું કરી દીધું. આર્થરનું વજન ૧૦૦ થી વધી ગયું હતું. વજન ઘટાડ્યા બાદ આર્થરે મોડેલિંગ શરૂ કર્યું હતું. આર્થર ઓ ઉર્સો કહે છે કે જો તે વજન ઘટાડી શક્યો ન હોત તો તે ૯ મહિલાઓ સાથે લગ્ન કરી શક્યો ન હોત.

આર્થર ઓ’ઉર્સોની પ્રથમ પત્ની લુઆના કાઝાકી છે. આર્થરનું જીવન કેવી રીતે બદલાયું? તેણે પોતે સમજાવ્યું છે. આર્થરે કહ્યું કે, તે સોમવારથી શનિવાર સુધી જીમમાં પરસેવો પાડશે અને રવિવારે આરામ કરશે. આર્થરે પોતાનો ભોજન સમજાવતાં કહ્યું, “મેં મીઠું, ખાંડ અથવા ચરબી ધરાવતો ખોરાક ખાધો નથી. સંતુલિત આહાર ખાવાનો કડક નિયમ બનાવ્યો.”

આર્થરે કહ્યું કે, મે આરામથી ખાવાનું શરૂ કર્યું. ઘર છોડ્યું નહીં. આ બધાની વચ્ચે હું ડિપ્રેશનમાં પણ ગયો હતો પરંતુ, નવી જીવનશૈલી અપનાવીને વજન ઘટાડવામાં સફળ રહ્યો હતો. આર્થરનો દાવો છે કે, પ્રભાવશાળી વજન ઘટાડ્યા પછી તેનું જીવન ઘણું સરળ બન્યું છે. હવે મહિલાઓ તેના આકર્ષક દેખાવથી ઘેલા થઈ જાય છે. અગાઉ આર્થર અને તેની પત્ની લુઆનાએ સબસ્ક્રિપ્શન આધારિત વેબસાઇટ પર દર મહિને 50 લાખથી વધુની તગડી આવક મેળવતા હોવાનું કહીને વિશ્વભરના લોકોને ચોંકાવી દીધા હતા. આર્થર અને લુઆના તેમના ખુલ્લા સંબંધો માટે ખૂબ જ ચર્ચામાં હતા.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!