૩ મીટરની વિશાળ પાંખો ધરાવતા આલ્બાટ્રોસ પક્ષીની ખાસિયત છે કે તે પોતાની એક જ ઉડાણમાં ૧૦ હજાર કિમી સુધી ઉડી શકે છે. ૪૫ થી ૫૦ વર્ષનું લાંબુ આયુષ્ય દરમિયાન તે ૮૫ લાખ કિમી જેટલું ઉડે છે. આલ્બાટ્રોસ આ એક વિશિષ્ટ પ્રકારનું પક્ષી છે જેને જો તાલીમ આપવામાં આવે તો જહાજોનું રક્ષણ પણ કરી શકે છે. દરિયામાં સી ફૂડ અને ખાસ તો માછલીઓ પકડવીએ ખૂબ મોટો વ્યવસાય છે. માછીમારો માછલી પકડવા માટે જાળ બિછાવે છે ત્યારે તેમાં માછલીઓ ઉપરાંત સમુદ્રી જીવો અને પક્ષીઓ પણ આવી જતા હોય છે.

ફિશરિઝમાં બાય કેચિંગ તરીકે ઓળખાતી આ સમસ્યાથી દર વર્ષે હજારો પક્ષીઓના મોત થાય છે. ઘણી વાર ઇલેકટ્રોનિક ઉપકરણો વડે નૌકાઓ દ્વારા ઇરાદાપૂર્વક પણ બાય કેચિંગ કરવામાં આવતી હોય છે. આંતર રાષ્ટ્રીય નિયમ પ્રમાણે જે તે દેશની સરહદ પુરી થાય તે પછીની આંતર રાષ્ટ્રીય સરહદે બાય કેચિંગ બેરોકટોક ચાલતું રહે છે. આલ્બાટ્રોસ જેવા પક્ષીઓ તેનો ભોગ બનતા રહયા છે પરંતુ હવે તેની ભૂમિકા બદલાઇ જવાની છે. અલ્બાટ્રોસ પર જ ડેટા લગાવી દેવામાં આવે તો તેના આધારે રડારથી શંકાસ્પદ ફિશિગ બોટ અને દરિયાઇ જીવોનું બાય કેચિંગ રોકી શકાય છે.

એટલું જ નહી અલ્બ્રાટ્રોસની સતત ઉડવાની ક્ષમતા અને મજબૂત પાંખોના કારણે દરિયાઇ ચાંચિયાઓની ગતિવિધીઓને પણ પકડી શકાય છે. મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળતા આલ્બાટ્રોસ પક્ષીની ૨૧ જેટલી પ્રજાતિઆ જોવા મળે છે જેમાંની ૧૯ જેટલી પ્રજાતિઓ લૂપ્ત થવાના આરે છે. અલ્બાટ્રોસ એ પ્રેટલ્સ નામના દરિયાઇ પક્ષીથી નજીકનો સંબંધ ધરાવે છે. આ પક્ષી જળચર જીવો જેમ કે સ્કવિડ, કીલ, કરચલા વગેરે ખોરાક તરીકે લે છે. તે નૌકાની સાથે જ ગતિ કરતા રહે છે આવા સંજોગોમાં માછલીઓ માટે બીછવેલી જાળમાં બાય કેચિંગ થતું રહે છે. ખાસ કરીને માદાઓ ફિશરિઝ વિસ્તારમાં વધારે જોવા મળે છે.

પ્રજનનકાળમાં તે સૂકા વિસ્તારમાં જવાનું પસંદ કરે છે. ખડકાળ વિસ્તારમાં હજારો અલ્બાટ્રોસ ભેગા થાય છે. નર પોતાના અવાજથી માંદાને આકર્ષિત કરે છે. માદા આલ્બાટ્રોસ ૫૦૦ ગ્રામ વજનનું એક ઇંડુ મુકે છે. નર અને માંદા ૬૦ દિવસ સુધી તેનું સેવન કરે છે. આ પક્ષી સૌથી વધુ ૪૦ થી ૫૦ વર્ષ જેટલું લાંબું જીવન જીવે છે. આ પક્ષી કાળા,સફેદ, કથ્થઇ, લાલ અને પીળા રંગનું મિશ્રણ ધરાવે છે. આ પક્ષીના પગમાં ત્રણ અંગુઠા હોય છે જે એક બીજાથી જોડાયેલા હોય છે. લાંબી મજબૂત અને હુક ધરાવતી ચાંચના કારણે તે અન્ય પક્ષી કરતા જુદા પડે છે. ચાંચની ઉપર શ્વાસ લેવા માટેના વિશિષ્ટ કાણા હોય છે.

READ ALSO
- અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો
- સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો
- અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની WTC ફાઇનલને લઈને આ દિગ્ગજે કહી મોટી વાત, કેનિંગ્ટન ઓવલમાં આવો રહ્યો છે ભારતીય રેકોર્ડ
- Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ