GSTV
Home » News » પોતાના દીકરાના ક્રિકેટ ભવિષ્ય અંગે સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન

પોતાના દીકરાના ક્રિકેટ ભવિષ્ય અંગે સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન

ભારતના મહાન ક્રિકેટરોમાં સામેલ સચિન તેંડુલકરે પોતાના દીકરા અર્જુન તેંડુલકરની ક્રિકેટની કારકિર્દી અંગે મોટું નિવેદન આપ્યું છે.

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન તરફથી બનનારા ક્રિકેટ મ્યૂઝીયમનો શિલાન્યાસ કરવા પહોંચેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યું કે, ક્રિકેટમાં અર્જુનનું ભવિષ્ય કોઈ નામથી નહીં, પરંતુ મેદાનમાં તેની મહેનતથી નક્કી થશે. અર્જુન પરીશ્રમ કરશે તો જ ક્રિકેટમાં તેનું સુંદર ભવિષ્ય બનશે.

એચપીસીએના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નિમંત્રણ પર ભારતના પૂર્વ સુકાની સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલી સાથે આવ્યાં છે. જ્યારે તેમનો દીકરો અર્જુન તેંડુલકર ધર્મશાળામાં પહેલેથી જ હાજર છે. ધર્મશાળામાં પોતાના કાર્યક્રમ દરમ્યાન સચિન હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશિએશનની એકેડમીમાં યુવાન ખેલાડીઓને ટીપ્સ પણ આપશે.

CRICKET.GSTV.IN

ઉલ્લેખનીય છે કે, ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમની ગણના વિશ્વના સુંદર ક્રિકેટ સ્ટેડિયમમાં થાય છે. જેને કારણે લોર્ડસ મેદાનની જેમ અહીંયા પણ ક્રિકેટ સંગ્રહાલય બનાવાઈ રહ્યું છે. જેનો પાયો સચિન તેંડુલકરે નાખ્યો.

Related posts

64 લાખ લોકોને EPFOએ આપી મોટી ભેટ, હવે ઘરે બેઠા થઇ જશે તમારુ આ કામ

Bansari

દિલ્હી હિંસા: મૃતક પરિવારની વ્હારે આવ્યા કેજરીવાલ, 10 લાખના વળતર સાથે આટલી મદદ કરશે

Pravin Makwana

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!