GSTV
Gujarat Government Advertisement

વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે નીતિન પટેલે કરી આ મોટી જાહેરાત, ખર્ચશે આટલા કરોડ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિકાસ માટે રૂ 504 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભારત નેટ ફેઝ-1 અન્વયે રાજ્યની 6,490 ગ્રામ પંચાયતોને તાલુકા સાથે ઓપ્ટીકલ ફાયબરથી જોડવામાં આવેલ છે. હવે ભારત નેટ ફેઝ-2નો પ્રોજેક્ટ રૂ 2150 કરોડનો ખર્ચે શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત 7522 ગ્રામ પંચાયતો, 140 તાલુકા મથકો અને 30 જિલ્લા મથકોને ગાંધીનગર સાથે ઓપ્ટીકલ ફાયબરથી જોડવામાં આવશે તેમજ તેમને સીમલેશ કનેક્ટીવીટી અને ટ્રાન્સપોર્ટ લેયર પુરૂ પાડવામાં આવશે. જે માર્ચ 2020 સુધીમાં ઈન્ટરનેટ અને ડેટા ટ્રાન્સફર હાલ કરતાં 100 ગણી ઝડપથી શક્ય બનશે.

ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નવું સ્ટેટ ડેટા સેન્ટર બનાવવા રૂ 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને તે હેતુ માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે.

સ્પેસ અને એસ્ટ્રોનેમી ગેલેરીનું નિર્માણ

સાયન્સ સિટીના બીજા તબક્કાના વિકાસના ભગરૂપે સ્પેસ અને એસ્ટ્રોનેમી ગેલેરીના નિર્માણ માટે રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ

પાટણ ભાવનગર, રાજકોટ અને કચ્છમાં બની રહેલા પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ માટે રૂ 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

લેબોરેટરી અને મેનપાવર માટે જોગવાઈ

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મકાન બાંધકામ, લેબોરેટરી અને મેનપાવર માટે `૨૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સ્ટેટ ઈનોવેશન ફુંડ

સાયન્સ ટેકનોલોજી અને ઈનોવેશન પોલીસી અંતર્ગત `૫૦ કરોડનું સ્ટેટ ઈનોવેશન ફુંડ ઊભું કરવામાં આવશે. આ ફુંડનો ઉપયોગ રરસચષ, ઈનોવેશન તેમજ ટેકનોલોજીના પાયલોટ પ્રોજેકટ માટે કરવામાં આવશે. જેના માટે `૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

માસ પ્રમોશન / ધોરણ 10નું પરિણામ તૈયાર થવાના આરે, આ તારીખે રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા

Dhruv Brahmbhatt

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!